<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 29th May 2025

અરિજિત સિંહ ઇતિહાસ રચશેઃ લંડન સ્‍ટેડિયમમાં પર્ફોર્મ કરશે

ગાયક અરિજિત સિંહ યુકેના ટોટનહામ હોટસ્‍પર સ્‍ટેડિયમમાં પર્ફોર્મ કરનાર પ્રથમ ભારતીય ગાયક બનશેઃ તેમનો લાઇવ શો ૫ સપ્‍ટેમ્‍બરે થશે

નવી દિલ્‍હી, તા.૨૯: બોલીવુડના પ્રિય ગાયક અરિજિત સિંહ ઉદ્યોગના સૌથી મોટા કલાકારોમાંના એક છે. તેમણે પોતાના અવાજથી કરોડો લોકોને દિવાના બનાવ્‍યા છે. તેમની કારકિર્દીમાં અરિજિતે એવા ગીતો ગાયા છે, જે દરેકના હૃદયમાં વસી ગયા છે. હવે ગાયક અરિજિત ટૂંક સમયમાં ઇતિહાસ રચવા જઈ રહ્યા છે. તેમના ચાહકો આ અંગે ખૂબ જ ઉત્‍સાહિત છે.

તમને જણાવી દઈએ કે ગાયક અરિજિત સિંહ યુકેના ટોટનહામ હોટસ્‍પર સ્‍ટેડિયમમાં પર્ફોર્મ કરનાર પ્રથમ ભારતીય ગાયક બનશે. તેમનો લાઇવ શો ૫ સપ્‍ટેમ્‍બરે થશે. ચાહકો આ માટે ખૂબ જ ઉત્‍સાહિત થયા છે, ગાયકે પોતે આ અંગે ખુશી વ્‍યક્‍ત કરી છે.

અરિજિત સિંહ યુકેના મોટા સ્‍ટેડિયમમાં હેડલાઇન કલાકાર તરીકે પર્ફોર્મ કરનાર પ્રથમ ભારતીય કલાકાર બનશે. આ અંગે ગાયકની પ્રતિક્રિયા પણ આવી છે. અરિજીત સિંહે કહ્યું, હું ફક્‍ત એક સામાન્‍ય માણસ છું જે ગાય છે. મને ખૂબ જ ખુશી અને ગર્વ છે કે મને લંડનમાં ફરીથી ગાવાની તક મળી રહી છે. જો આ ઇતિહાસ રચે છે, તો તે મારા માટે મોટી વાત હશે.

આ સમાચાર આવ્‍યા પછી, અરિજીતના ચાહકોમાં ખૂબ જ ખુશીનો માહોલ છે. લંડનમાં રહેતા તેમના ચાહકો હવે આ કાર્યક્રમની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. લંડનમાં ગાયકના આ કોન્‍સર્ટ માટે ટિકિટ ૬ જૂન ૨૦૨૫ થી મળવાનું શરૂ થશે.

સપ્‍ટેમ્‍બર ૨૦૨૪ માં લંડનના O૨ એરેનામાં અરિજીત સિંહે એડ શીરાન સાથે પરફોર્મ કર્યું હતું. એડ શીરાને લંડનમાં અરિજીત સિંહના લાઇવ ઇન કોન્‍સર્ટમાં એક આશ્‍ચર્યજનક પરફોર્મન્‍સ આપ્‍યું હતું, જેમાં બંનેએ સાથે પરફેક્‍ટ ગીત ગાયું હતું. શો સંપૂર્ણપણે હાઉસફુલ હતો. તે જ સમયે, સ્‍ટ્રીટ લંડનના અહેવાલ મુજબ, અરિજિતે પણ પુષ્ટિ આપી છે કે તે એડ શીરાન સાથે તેના આગામી સિંગલ સેફાયર પર કામ કરી રહ્યો છે. (

(3:52 PM IST)