<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 29th May 2025

લશ્કર-એ-તૈયબાના કમાન્ડર સૈફુલ્લાહ કસુરીએ ફરી એકવાર ભારત વિરોધી રેલીનું આયોજન કર્યું : પહેલગામ આતંકવાદી હુમલા માટે મને જવાબદાર ઠેરવવામાં આવ્યો હતો હવે મારું નામ આખી દુનિયામાં પ્રખ્યાત થઈ ગયું

ભારતની મોસ્ટ વોન્ટેડ યાદીમાં 32મા ક્રમે રહેતો તલ્હા સઈદ પણ આ રેલીનો ભાગ હતો તેણે તકબીરના નારાથી પોતાનું ભાષણ શરૂ કૈર તલ્હાએ ભારત વિરોધી ભાષણ કર્યું

નવી દિલ્હી તા.૨૯ :  પહેલગામ હુમલા બાદ સમગ્ર દેશમાં આતંકવાદીઓ સામે રોષના માહોલ વચ્ચે હવે વધુ એક મોટા સમાચાર સામે આવ્યા છે. લશ્કર-એ-તૈયબાના કમાન્ડર સૈફુલ્લાહ કસુરીએ ફરી એકવાર ભારત વિરોધી રેલીનું આયોજન કર્યું છે. વિગતો મુજબ તેણે પાકિસ્તાની નેતાઓ સાથે એક જ મંચ પર ઊભા રહીને ભારત વિરુદ્ધ બોલ્યો. કસુરીને પહેલગામ આતંકવાદી હુમલાનો માસ્ટરમાઇન્ડ માનવામાં આવે છે. હુમલા પછી તેણે એક વીડિયો જાહેર કર્યો હતો અને કહ્યું હતું તે, તે તેમાં સામેલ નથી પરંતુ હવે કસુરીએ શરમજનક નિવેદન આપ્યું છે.

પાકિસ્તાન મરકઝી મુસ્લિમ લીગે એક રેલીનું આયોજન કર્યું હતું. આતંકવાદી હાફિઝ સઈદના પુત્ર તલ્હા સઈદે પણ આમાં ભાગ લીધો હતો. રેલી દરમિયાન જનતાને સંબોધિત કરતી વખતે કસુરીએ ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું. તેણે કહ્યું, પહેલગામ આતંકવાદી હુમલા માટે મને જવાબદાર ઠેરવવામાં આવ્યો હતો, હવે મારું નામ આખી દુનિયામાં પ્રખ્યાત થઈ ગયું છે. ભારતના ઓપરેશન સિંદૂરમાં હાઇ પ્રોફાઇલ આતંકવાદી મુદાસિર અહેમદ માર્યો ગયો. કસુરીએ રેલીમાં કહ્યું કે, તે તેના નામે એક હોસ્પિટલ બનાવશે.

ભારતની મોસ્ટ વોન્ટેડ યાદીમાં 32મા ક્રમે રહેતો તલ્હા સઈદ પણ આ રેલીનો ભાગ હતો. તેણે તકબીરના નારાથી પોતાનું ભાષણ શરૂ કૈર તલ્હાએ ભારત વિરોધી ભાષણ પણ આપ્યું હતું. મહત્વની વાત એ છે કે, આતંકવાદીઓની આ રેલીમાં પાકિસ્તાની નેતાઓએ પણ ભાગ લીધો હતો. કસુરીની વાત કરીએ તો તેના સહિત ઘણા આતંકવાદીઓ પાકિસ્તાનમાં ચૂંટણી લડી ચૂક્યા છે જોકે મોટાભાગના આતંકવાદીઓ ચૂંટણી જીતી શક્યા નથી.

આતંકવાદનો ગઢ છે પાકિસ્તાન

પાકિસ્તાન વર્ષોથી આતંકવાદીઓને ભંડોળ પૂરું પાડી રહ્યું છે અને તેના કારણે તેને નુકસાન પણ સહન કરવું પડ્યું છે. પાકિસ્તાનના વિદેશ મંત્રીએ પોતે તાજેતરમાં સ્વીકાર્યું હતું કે, પાકિસ્તાન વર્ષોથી આતંકવાદીઓને આશ્રય આપી રહ્યું છે. પહેલગામ હુમલા પછી ભારતે ઓપરેશન સિંદૂર શરૂ કર્યું. આ દરમિયાન 100થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા. ભારતીય સેનાએ પાકિસ્તાન અને Pok માં સ્થિત ઘણા આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો હતો.

(4:46 PM IST)