News of Thursday, 29th May 2025
ભારત-પાક. સરહદે 'ઓપરેશન શિલ્ડ' મોકડ્રિલની નવી તારીખ જાહેર : 31 મેના રોજ ગુજરાત સહિત સરહદી રાજ્યોમાં સુરક્ષા કવાયત યોજાશે!
વહીવટી કારણોસર 29 મેની મોકડ્રિલ મુલતવી રખાઈ હતી : જમ્મુ-કાશ્મીર, પંજાબ અને રાજસ્થાન પણ 'મોકડ્રિલ' માં સામેલ થશે : સુરક્ષા તંત્રની સજ્જતાનું થશે પરીક્ષણ

નવી દિલ્હી : રાજ્ય અને દેશની સરહદી સુરક્ષા વ્યવસ્થાને વધુ સુદૃઢ બનાવવા માટે 'ઓપરેશન શિલ્ડ' હેઠળ યોજાનારી મોકડ્રિલની નવી તારીખ જાહેર કરવામાં આવી છે. અગાઉ વહીવટી કારણોસર આ મોકડ્રિલ મોકૂફ રાખવામાં આવ્યું હતું, પરંતુ હવે સત્તાવાર રીતે નવી તારીખ જાહેર થતા સુરક્ષા તંત્ર ફરી સક્રિય બન્યું છે.
મળતી માહિતી મુજબ, આગામી 31 મે ના રોજ ગુજરાત સહિત દેશના સરહદી રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 'ઓપરેશન શિલ્ડ' હેઠળ ભવ્ય મોકડ્રિલ યોજાશે. આ કવાયતનો મુખ્ય હેતુ સુરક્ષા દળોની સજ્જતા, સંકલન અને કોઈ પણ કટોકટીની સ્થિતિમાં તાત્કાલિક પ્રતિભાવ આપવાની ક્ષમતાનું પરીક્ષણ કરવાનો છે.
મૂળરૂપે, આ મોકડ્રિલ 29 મેના રોજ યોજાવાની હતી, પરંતુ કેટલાક વહીવટી કારણોસર તેને મુલતવી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. હવે નવી તારીખ જાહેર થતા, પાકિસ્તાન-ભારતની સરહદે આવેલા તમામ પશ્ચિમી રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો આ મોકડ્રિલમાં ભાગ લેશે. જેમાં જમ્મુ અને કાશ્મીર, પંજાબ, રાજસ્થાન અને ગુજરાત મુખ્યત્વે સામેલ છે.
આ મોકડ્રિલ દ્વારા સરહદી વિસ્તારોમાં સંભવિત સુરક્ષા પડકારોનો સામનો કરવા માટેની તૈયારીઓ ચકાસવામાં આવશે. સુરક્ષા એજન્સીઓ, પોલીસ દળો અને સ્થાનિક વહીવટી તંત્ર વચ્ચે સંકલન સાધવામાં પણ આ કવાયત મદદરૂપ થશે, જેથી વાસ્તવિક પરિસ્થિતિમાં કોઈ પણ જોખમનો અસરકારક રીતે સામનો કરી શકાય.
(7:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
