<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 29th May 2025

પાકિસ્તાનમાં ૪.૪ની તીવ્રતાનાભૂકંપના આંચકા: મંગળવારે પણ ૪.૨ની તીવ્રતાનો આંચકો આવ્યો હતો

ઈસ્લામાબાદ:નેશનલ સેન્ટર ઓફ સિસ્મોલોજી (એન.સી.એસ.) અનુસાર, આજે ગુરુવારે પાકિસ્તાનમાં ૪.૪ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ભૂકંપ બપોરે ૧૬:૦૬ (ચાર વાગીને છ મિનિટ) વાગ્યે ભારતીય પ્રમાણ સમય મુજબ આવ્યો હતો. અગાઉ, મંગળવારે પણ પાકિસ્તાનમાં ૪.૨ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હોવાનું એન.સી.એસ. દ્વારા જણાવાયું હતું. ભૂકંપના આ આંચકાઓએ સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જ્યો હતો. હાલમાં કોઈ જાનહાનિ કે મોટા નુકસાનના અહેવાલ નથી.

(8:53 PM IST)