News of Thursday, 29th May 2025
લખનૌમાં આવકવેરા વિભાગના મુખ્યાલયમાં બે અધિકારીઓ વચ્ચે ઘમસાણ, IRS અધિકારી પર સિનિયરે કર્યો હુમલો, ગંભીર રીતે ઘાયલ
ગૌરવ ગર્ગ યુપી કેડરના IPS અધિકારી રવિના ત્યાગીના પતિ હોઈ મામલો વધુ હાઈ પ્રોફાઈલ બન્યો: ગર્ગે આસિસ્ટન્ટ કમિશનર વિરુદ્ધ હઝરતગંજ પોલીસમાં કરી ફરિયાદ

લખનૌ : હુમલાનું સ્પષ્ટ કારણ હજુ સુધી સામે આવ્યું નથી, પરંતુ કહેવાય છે કે આ મામલો વિભાગીય તણાવ અને પરસ્પર મનભેદ સાથે સંબંધિત હોઈ શકે છે. ગૌરવ ગર્ગે આસિસ્ટન્ટ કમિશનર યોગેન્દ્ર કુમાર મિશ્ર વિરુદ્ધ હઝરતગંજ પોલીસને ફરિયાદ પણ આપી છે.
ઉત્તર પ્રદેશમાં આવકવેરા વિભાગના મુખ્યાલયમાં ગુરુવારે સાંજે તે સમયે સ્થિતિ ઘણી અસહજ બની ગઈ જ્યારે બે અધિકારીઓ વચ્ચે મારામારી થવા લાગી. ડેપ્યુટી કમિશનરના પદ પર તૈનાત ગૌરવ ગર્ગ સાંજે છઠ્ઠા માળે પોતાના કક્ષમાં કામ કરી રહ્યા હતા, આ દરમિયાન આસિસ્ટન્ટ કમિશનર યોગેન્દ્ર કુમાર મિશ્રએ તેમના કક્ષમાં ઘૂસીને તેમની સાથે મારામારી કરી. ગૌરવ ગર્ગ 2016 બેચ અને યોગેન્દ્ર કુમાર મિશ્ર 2014 બેચના IRS અધિકારી છે.
આસિસ્ટન્ટ કમિશનરે ઓફિસમાં જ રૂમ બંધ કરીને તેમને માર માર્યો, જેનાથી ગર્ગ ગંભીર રીતે ઘાયલ થઈ ગયા. તેમને શ્યામા પ્રસાદ મુખર્જી (સિવિલ) હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમની હાલત સ્થિર હોવાનું જણાવાઈ રહ્યું છે. ગૌરવ ગર્ગની પત્ની રવિના ત્યાગી ઉત્તર પ્રદેશ કેડરની IPS ઓફિસર છે અને લખનઉમાં તૈનાત છે. ગૌરવ ગર્ગે આસિસ્ટન્ટ કમિશનર વિરુદ્ધ હઝરતગંજ પોલીસને ફરિયાદ આપી છે.
આવકવેરા વિભાગનું મુખ્યાલય ગુરુવારે ઓફિસ બે અધિકારીઓની લડાઈમાં અખાડો બની ગયું. સૂત્રો અનુસાર ગૌરવ ગર્ગ અને આસિસ્ટન્ટ કમિશનર વચ્ચે વિભાગીય વિવાદને લઈને પહેલા તો દલીલ થઈ. આ પછી ધક્કામુક્કી અને મારામારી શરૂ થઈ ગઈ. હુમલાનું સ્પષ્ટ કારણ હજુ સુધી સામે આવ્યું નથી, પરંતુ કહેવાય છે કે આ મામલો વિભાગીય તણાવ અને પરસ્પર મનભેદ સાથે સંબંધિત હોઈ શકે છે. ગૌરવ ગર્ગે આસિસ્ટન્ટ કમિશનર વિરુદ્ધ હઝરતગંજ પોલીસને ફરિયાદ પણ આપી છે.
ગૌરવ ગર્ગનો આરોપ છે કે આસિસ્ટન્ટ કમિશનરે ઓફિસના જ એક રૂમમાં બંધ કરીને નિર્દયતાથી માર માર્યો, જેનાથી તેઓ ઘાયલ થઈ ગયા. IRS અધિકારી ગૌરવ ગર્ગ પર વરિષ્ઠ અધિકારી યોગેન્દ્ર કુમાર મિશ્રએ પાણીથી ભરેલો ગ્લાસ મોં પર માર્યો. જેનાથી તેમના માથા અને કાનમાં ઈજા થઈ અને તેઓ ગંભીર રીતે ઘાયલ થઈ ગયા.
ગૌરવ ગર્ગ યુપી કેડરના IPS અધિકારી રવિના ત્યાગીના પતિ છે. આ કારણોસર આ મામલો વધુ હાઈ પ્રોફાઈલ બની ગયો છે. આ ઘટના પછી વિભાગના વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા. મામલો વિભાગ સાથે જોડાયેલો હોવાને કારણે પોલીસ હજુ સત્તાવાર નિવેદન આપી રહી નથી. આવકવેરા વિભાગ તરફથી પણ ઘટનાને લઈને કોઈ નિવેદન આવ્યું નથી. માનવામાં આવી રહ્યું છે કે આવકવેરા વિભાગે મામલાની આંતરિક તપાસના આદેશ આપ્યા છે.
ડીસીપી સેન્ટ્રલ આશિષ શ્રીવાસ્તવે કહ્યું કે અમને માહિતી મળી છે કે તેમને સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે, તેઓ હજુ સુરક્ષિત છે અને તબીબી પરીક્ષણ થઈ રહ્યું છે. ડીસીપી સેન્ટ્રલે કહ્યું કે જે ફરિયાદ મળશે તે હિસાબે કાર્યવાહી થશે, કયા વિશે વિવાદ થયો તેની જાણકારી નથી.
(9:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
