News of Friday, 30th May 2025
હાય હાય... આગાળની બૈચ ઉપર બેસવાને લઇને ઝઘડોઃ ૧૭મીનાં છાત્રે પોતાના સાથીને ગોળી મારી
વિદ્યાર્થીનું ગોળીબારમાં મોત : હે ભગવાન... શું થવા બેઠુ છે

હિસાર તા.૩૦: શાળામાં આગળની બેંચ પર બેસવા માટે બે વિદ્યાર્થીઓ વચ્ચે ઝઘડો એટલો વધી ગયો કે એકે બીજાને ગોળી મારી દીધી. બંને એક વર્ષ પહેલા સતરોડ ગામ નજીકની એક શાળામાં અભ્યાસ કરતા હતા. મળતક વિદ્યાર્થીની ઓળખ દિક્ષિત તરીકે થઈ છે, જે મસ્તનાથ કોલોનીમાં રહે છે. તેના પિતા સરકારી કર્મચારી હતા અને નિવળત્તિ પછી ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાના વેરહાઉસમાં ગાર્ડ તરીકે કામ કરે છે. પોલીસે આરોપી વિદ્યાર્થીને કસ્ટડીમાં લીધો છે. મળતી માહિતી મુજબ, તેણે પોલીસ સમક્ષ હત્યાની કબૂલાત કરી છે. તેણે જણાવ્યું કે તેણે તેના પિતાની લાઇસન્સવાળી બંદૂકથી ગોળી મારી હતી.
લગભગ એક વર્ષ પહેલા, દિક્ષિત અને તેના એક સહાધ્યાયી વચ્ચે આગળની સીટ પર બેસવા માટે ઝઘડો થયો હતો. આ પછી, દિક્ષિતના સહાધ્યાયીના પરિવારે તેના માતાપિતા પર તેને બીજી શાળામાં ટ્રાન્સફર કરાવવા દબાણ કર્યું. જોકે, દીક્ષિતના માતા-પિતાએ કહ્યું કે સીબીએસઈના નોંધણી નિયમો અનુસાર, તેઓ તેને બીજી શાળામાં પ્રવેશ આપી શકતા નથી. આ પછી, આરોપી વિદ્યાર્થીના પરિવારે જ તેની શાળા બદલી નાખી.
દીક્ષિતના પરિવારે કહ્યું કે ત્યારથી, વિદ્યાર્થી તેને વારંવાર મારી નાખવાની ધમકી આપી રહ્યો હતો. દીક્ષિત સવારે દૂધ લેવા માટે તેના સ્કૂટર પર ગયો હતો. તે દરમિયાન, આરોપી વિદ્યાર્થીએ તેને ફોન કર્યો. તે મોટરસાયકલ પર આવ્યો અને પછી બંને રેલ્વે સ્ટેશનના લોડિંગ પોઇન્ટ પર ગયા. બંને વચ્ચે દલીલ થઈ અને પછી ઝપાઝપી શરૂ થઈ. આરોપી વિદ્યાર્થીએ તેની બેગમાંથી બંદૂક કાઢીને દીક્ષિત પર ગોળીબાર કર્યો. તેણે પહેલા હવામાં ગોળીબાર કર્યો અને બીજી ગોળી તેની કમર નીચે દીક્ષિતને વાગી.
ગોળીનો અવાજ સાંભળીને નજીકમાં કામ કરતી એક વળદ્ધ મહિલા દોડી ગઈ. તેણે જોયું કે દીક્ષિતનો ફોન વાગી રહ્યો હતો. ફોન તેની માતાનો હતો. વળદ્ધ મહિલાએ તાત્કાલિક પરિસ્થિતિ વિશે બધી માહિતી આપી. દીક્ષિતના માતા-પિતા ઘટનાસ્થળે પહોંચ્યા અને તરત જ તેને હોસ્પિટલ લઈ ગયા. જોકે, વિદ્યાર્થીનું રસ્તામાં જ મોત થયું. બાદમાં, જીઆરપી અને ફોરેન્સિક ટીમ ઘટનાસ્થળે પહોંચી. તેમણે નમૂના લીધા છે. જીઆરપીના એસએચઓ વિનોદ કુમારે જણાવ્યું હતું કે મળતકના ચપ્પલ અને સ્કૂટર મળી આવ્યા છે. આ ઘટના એક નિર્જન જગ્યાએ બની હતી જ્યાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા ન હતા.(૩૮.૧૨)
(9:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
