News of Friday, 30th May 2025
સારા ઘરની ગ્રેજ્યુએટ યુવતીએ ૮મું ફેલ યુવક સાથે લગ્ન કર્યાઃ બાળપણનો પ્રેમ ભૂલી નહીં
બચપન કા પ્યાર મેરા ભૂલ નહીં જાના રે! ....વાહ પ્રેમ કરી જાણ્યો

મુઝફ્ફરપુર તા.૩૦: બચપન કા પ્યાર મેરા ભૂલ નહીં જાના રે! આ પ્રકારનું ગીત તો તમે સાંભળ્યું હશે, પણ રિયલ લાઈફમાં પણ આવો એક કિસ્સો સામે આવ્યો છે. બિહારના મુઝફ્ફરપુરમાં નાનપણના પ્રેમ માટે ગ્રેજ્યુએટ પ્રેમિકાએ ધર્મની દીવાલ તોડીને આઠમું ફેલ પ્રેમી સાથે હિન્દુ રીતિરિવાજથી સનાતન ધર્મ અપનાવી લગ્ન કરી લીધા છે. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે.
વાઇરલ વીડિયોમાં પ્રેમિકાએ પોતાના પરિવાર દ્વારા પ્રેમી પર લગાવેલા ગંભીર આરોપોને ફગાવી દીધા. કોર્ટ સામે સચ્ચાઈ જણાવતા પ્રેમિકાએ પોલીસ પાસેથી સુરક્ષાની માંગ કરી છે.
આ મામલો અહિયાપુર વિસ્તારના સહબાઝપુરનો હોવાનું કહેવાય છે. જ્યાં મંતશા પ્રવીણ અને નીરજ કુમાર જાતિ, ધર્મ છોડી પોતાના ૮ વર્ષના પ્રેમ માટે એક સાથે બંધનમાં બંધાઈ ગયા અને સાત જન્મો સુધી જીવવા-મરવાની કસમો ખાઈ લીધી. મંતશા પ્રવીણ ભણેલી છે અને સારા ઘરમાંથી આવે છે. જ્યારે નીરજ મોબાઈલ રિપેરિંગનું કામ કરે છે. છેલ્લા ૮ વર્ષથી બંને વચ્ચે પ્રેમ હતો.
બંને કોલેજના બહાને ઘરેથી નીકળી બહાર મળતા હતા. જ્યારે આ વાતની જાણકારી પરિવારને થઈ તો નીરજની પ્રેમિકા મંતશાના લગ્ન નક્કી કરી દીધા અને તેને બહાર જવા પર રોક લગાવી દીધી. આ દરમિયાન ૪ એપ્રિલના રોજ કોલેજ જવાના બહાને મંતશા ઘરેથી નીકળી ગઈ અને પછી પાછી ગઈ જ નહીં.
મોડી સાંજે પણ ઘરે પરત ન ફરી તો પરિવારના લોકોએ પોલીસમાં ફરિયાદ નોંધાવી. જેમાં કેટલાય લોકોને આરોપી બનાવ્યા. પોલીસે અરજી અનુસાર, એકની ધરપકડ કરી જેલમાં મોકલી દીધો. તો વળી આ દરમિયાન તેમના લગ્નનો વીડિયો વાઇરલ થવા લાગ્યો. લગ્નનો વીડિયો સાથે સાથે એક બીજો પણ વીડિયો હતો, જેમાં મંતશા જણાવી રહી છે, મારું અપહરણ નથી થયું, હું મારી મરજીથી ભાગીને આવી છું.
મારો પરિવાર મારી મરજી વિરુદ્ધ બીજી જગ્યાએ લગ્ન નક્કી કર્યા હતા. યુવતીના પિતા દ્વારા પ્રેમી પર લગાવેલા તમામ આરોપો ખોટા ગણાવ્યા. સાથે જ પોલીસ પાસે સુરક્ષા માંગી અને કહ્યું કે, જો પોલીસ સુરક્ષા આપશે તો હું કોર્ટમાં બધી વાતો બતાવીશ, હાલ તો સોશિયલ મીડિયા પર આ અનોખા લગ્ન વાઇરલ થઈ રહ્યા છે. લોકોની વચ્ચે ચર્ચાનો વિષય બન્યા છે.
(9:59 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
