News of Friday, 30th May 2025
પત્નીનું ભત્રીજા સાથે લફરું ચાલતું હતું, પતિએ બંનેને પકડી લગ્ન કરાવી દીધાઃ શુભકામના પણ પાઠવી
અમુકે આને પતિની મહાનતા ગણાવીઃ તો વળી અમુકે તેને સામાજિક વિઘટન અને પારિવારિક મૂલ્યોમાં આવતી કમી ગણાવી

બુલંદશહેર તા.૩૦: તમે ઘણી વાર પ્રેમ પ્રસંગના અનેક કિસ્સા સાંભળ્યા જોયા હશે. આવો જ એક અજીબોગરીબ કિસ્સો યુપીના બુલંદશહેરમાંથી સામે આવ્યો છે. જ્યાં પોતાના ભત્રીજા પર કાકી મોહી ગઈ. જ્યારે ઘરમાં એકલી હોય ત્યારે તેનો ભત્રીજો આવતો. ભત્રીજાની હાઈટ, બોડી જોઈ કાકી તેને રૂમમાં લઈ જતી. પણ એ જ સમયે તેનો પતિ આવી ગયો અને તેણે પત્નીને રંગેહાથ પકડી લીધી. આ મામલો બુલંદશહેર જિલ્લાના થાણા અહમદગઢ વિસ્તારના ગામ ફતેહગઢનો છે. આવો જાણીએ શું છે આ સમગ્ર મામલો.
સૂત્રોના જણાવ્યા અનુસાર, મહિલાને કેટલાય દિવસથી પાડોશમાં રહેતા એક યુવક સાથે લફરું ચાલતું હતું. જે સંબંધમાં ભત્રીજો થતો હતો. પતિને આ વાતની જાણ થઈ ગઈ હતી. અને તેણે બંનેને કઢંગી હાલતમાં પકડી લીધા. જો કે, આ ઘટના બાદ કોઈ પણ પ્રકારનો ઝઘડો કરવાની જગ્યાએ પતિ બંનેને લઈને સીધો પોલીસ સ્ટેશન પહોંચ્યા. પોલીસ સ્ટેશનમાં પતિએ ખૂબ જ શાંતિપૂર્વક અનોખો નિર્ણય લીધો. તેણે પોતાની પત્ની અને ત્રણ વર્ષના બાળકને આ યુવકને સોંપી દીધા. જેની સાથે પત્નીને લફરું ચાલતું હતું.
એટલું જ નહીં, પતિએ પ્રેમી અને પત્નીને સાથે રહેવા માટે શુભકામનાઓ પણ આપી અને પોલીસને આ સમગ્ર ઘટનાક્રમની લેખિત જાણકારી પણ આપી. આ ઘટના જોઈ સૌ કોઈ ચોંકી ગયા. અમુકે તો આ કામને પતિની મહાનતા ગણાવી. તો વળી અમુકે તેને સામાજિક વિઘટન અને પારિવારિક મૂલ્યોમાં આવતી કમી ગણાવી. સોશિયલ મીડિયા પર આ ઘટનાને લઈને લોકો અલગ અલગ ચર્ચાઓ કરી રહ્યા છે. આ ઘટનાએ લોકોને ફિલ્મોની યાદ અપાવી દીધી.
(10:06 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
