તા. ૩૦ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા વદ – ૪ બુધવાર
News of Friday, 30th May 2025
હનીમૂન મનાવવા માટે મનાલી ગયું કપલઃ પતિ-પત્નીએ રોમેન્ટિક વીડિયો વાયરલ કરી દીધો

મનાલી તા.૩૦: હનીમૂનના કેટલાય રોમેન્ટિક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થતા રહે છે. જેને જોઈ યુઝર્સ ખૂબ જ એન્જોય કરે છે. એક આવો જ વીડિયો તાજેતરમાં સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે. જેને લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે. કેટલાય સોશિયલ મીડિયા યુઝર્સ હનીમૂનના વાઇરલ વીડિયો જોઈ બોલી રહ્યા છે કે કાશ આવો પતિ મારે પણ હોય, તો વળી કેટલાય કોમેન્ટ કરી રહ્યા છે કે મારો પતિ મને કયારે આવું સ્પેશિયલ ફીલ કરાવશે. આવો જાણીએ આખરે હનીમૂન પર ગયેલા આ પાર્ટનરની કહાની શું છે.
લગ્ન બાદ અંજલી અને ચંદન હનીમૂન પર મનાલી ગયા હતા. ત્યાં પહોંચીને બંને એક શાનદાર હોટલમાં રૂમ બુક કરાવે છે. હનીમૂન પ્લાનના હિસાબે તેમના રૂમને પણ હોટલના સ્ટાફે સારી રીતે સજાવ્યો. બેડ પર સફેદ કલરની ચાદર અને તેના પર ગુલાબના લાલ ફૂલ અને અમુક પીળા ફૂલનો યુઝ કરી રૂમને એક શાનદાર લુક આપ્યો. સાથે જ બેડ પર ફૂલોથી દિલ બનાવીને તેની ચારે તરફ ફૂલો પાથર્યા હતા. જે બાદ રૂમ દેખાવે ખૂબ જ રોમેન્ટિક લાગી રહ્યો હતો.
તો વળી પછી આ બેડ પર નવી દુલ્હન લાલ કલરના ડ્રેસમાં બેઠેલી જોવા મળે છે અને પોતાના પતિની રાહ જોતી હોય છે. જ્યારે તેનો પતિ આવે છે તો તેની સ્પેશિયલ ગિફ્ટ જોઈ મોં ખુલ્લું રહી જાય છે. પતિ પ્રેમથી પોતાના પાર્ટનરને એક આઈફોન ગિફ્ટમાં આપે છે. આઈફોન જોતા જ પત્ની ખૂબ જ ખુશ થઈ જાય છે અને પોતાના પતિને થેન્ક્સ કહે છે.
આ વીડિયો સોશિયલ મીડિયા પર તે શેર કરે છે, તેના પર મિલિયન્સમાં વ્યૂઝ અને લાખો લાઇક્સ આવે છે. અમુક યુઝર્સ તો કોમેન્ટ કરી આ કપલના ખૂબ વખાણ કરી રહ્યા છે. તો વળી અમુક લોકો મજા લઈ રહ્યા છે
(10:19 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
