News of Friday, 30th May 2025
૧૦૦માંથી ૭૩ લોકો એવા નીકળ્યા જેણે મિત્રો પાસેથી પૈસા લઈને પાછા નથી આપ્યા
દોસ્તીમાં પૈસા આપવા સામાન્ય વાત છે. પણ પૈસા પાછા મળવા, એ તો નસીબમાં હોય તો આવેઃ હાલમાં થયેલા એક સર્વેમાં આ કડવું સત્ય સામે આવ્યું

નવી દિલ્હી તા.૩૦: દોસ્તીમાં પૈસા આપવા સામાન્ય વાત છે. પણ પૈસા પાછા મળવા, એ તો નસીબમાં હોય તો આવે. હાલમાં થયેલા એક સર્વેમાં આ કડવું સત્ય સામે આવ્યું છે. ખાસ કરીને તેના પરિણામ એટલા સટીક છે કે જેમ કે સૌને પોતાની જ કહાની લાગે. ભાઈ, કાલે ટ્રાન્સફર કરી દઈશ. જો આ લાઈન આપને પણ સાંભળવી પડી છે, તો માની લેજો કે તમે એકલા જ આવા નથી.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Pubityના બ્રોડકાસ્ટ ચેનલ પર કરવામાં આવેલા એક પોલમાં ૧૦૦ ટકામાંથી ૭૩ ટકા લોકોએ કહ્યું કે, તેમણે દોસ્તોને ઉધાર આપેલા પૈસા ક્યારેય પાછા નથી આવ્યા. ખાલી ૨૭ ટકા લોકોએ કહ્યું કે, તેમના પૈસા પાછા આવી ગયા. એટલે કે ૧૦માંથી ૭થી વધારે લોકો સાથે દગો થઈ ચૂક્યો છે. મતલબ આ આંકડો દોસ્તી પર મોટો સવાલ ઊભો કરે છે.
મફત વસ્તુઓ જો તમને ઘરેણાં, ઇલેકટ્રોનિકસ અથવા સૌંદર્ય પ્રસાધનો જેવી કોઈ વસ્તુ મફતમાં મળી હોય, તો તેને તમારા પર્સ કે લોકરમાં રાખવાનું ટાળો. આવી વસ્તુઓ સંપત્તિની સ્થિરતા પર નકારાત્મક અસર કરે છે અને નાણાકીય મુશ્કેલીઓનું કારણ બની શકે છે.Don't forget to put these
પોલમાં સામેલ લોકોએ જણાવ્યું કે, પૈસા માગવા પર શરૂઆતમાં દોસ્તો ''સેલેરી આવવા દો. યાદ અપાવી દેજે.'' અથવા તો ''ભાઈ, કાલે ટ્રાન્સફર કરી દઈશ.'' જેવી લાઈનો સંભળાવતા હોય છે. પણ થોડા અઠવાડિયા બાદ જવાબ આપે છે. ''Seen'' બસ પછી શું? જૂની ચેટ થ્રેડ વિના UPI નોટિફિકેશનની.
નકામી સ્લિપ અને બિલ પર્સમાં પૈસાની સાથે બિનજરૂરી સ્લિપ, જૂના બિલ કે કાગળો રાખવા યોગ્ય નથી. આનાથી નકારાત્મક ઉર્જા વધે છે અને પૈસા ટકવા દેતા નથી. આવી વસ્તુઓ રાખવાનું ટાળવું જોઈએ જેથી સકારાત્મક ઉર્જા જળવાઈ રહે.
રિપોર્ટમાં એવું પણ સામે આવ્યું છે કે, ઉધારના ઝઘડામાં કેટલીય પાક્કી દોસ્તી ખતમ થઈ ગઈ. અમુક તો સ્પષ્ટ કહ્યું કે, તેમણે હવે કોઈને પણ ઉધાર આપવાનું બંધ કરી દીધું છે, પછી સામે ભલે બાળપણનો દોસ્ત કેમ ન હોય. સોશિયલ મીડિયા પર આ પોલ બાદ એક નવો વિવાદ ઊભો થઈ ગયો છે કે શું દોસ્તી અને પૈસા એક સાથે ચાલી શકે ખરાં? શું દિલની વાત અને બેન્ક બેલેન્સ એક સાથે નિભાવી શકીએ?
આ સર્વેનો એક સાર એ નીકળ્યો છે કે પૈસા કોઈને પણ જોઈ વિચારીને આપો. અને બની શકે તો રિટર્ન પોલિસી પણ નક્કી કરો. નહીંતર ન પૈસા પાછા આવશે, ન દોસ્ત પાછો આવશે. અને જો તમે આ ૨૭ ટકા લોકોમાં છો જેમના પૈસા પાછા આવી ગયા, તો ખુદને બ્રહ્માંડના સૌથી ભાગ્યશાળી લોકો સમજો.
અને હા, હવે તો લોકો ઉધાર આપતા પહેલાં સ્ક્રીનશોટ, પુરાવા અને યૂપીઆઈ રેફરન્સ પણ માગવા લાગ્યા છે. આખરે દિલ સાથે જોડાયેલા સંબંધોને UPIના QR કોડથી બચાવવો પણ જરૂરી છે. હવે પછી ઉધાર આપતા પહેલાં દિલ નહીં, EMI અને બેન્ક બેલેન્સ જોજો.(
(11:12 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
