<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th May 2025

શોપિયાંમાં લશ્‍કર-એ-તૈયબાના બે હાઈબ્રિડ આતંકવાદીઓ ઝડપાયા

 

 જમ્‍મુ : દક્ષિણ કાશ્‍મીરના શોપિયાં જિલ્લાના બસકુચન વિસ્‍તારમાં પોલીસ, ૪૪ આરઆર અને ૧૭૮ બીએન સીઆરપીએફના સંયુક્‍ત અભિયાન દરમિયાન લશ્‍કર-એ-તૈયબા સાથે સંકળાયેલા બે હાઈબ્રિડ આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી. આ અભિયાનમાં ઇરફાન બશીર અને ઉઝૈર સલામ નામના આતંકવાદીઓએ આત્‍મસમર્પણ કર્યું, જેનાથી સંભવિત મુકાબલો અને હુમલો ટળી ગયો.

 તેમની પાસેથી બે એકે-૫૬ રાઈફલ, ચાર મેગેઝિન, ૧૦૨ રાઉન્‍ડ, બે હેન્‍ડ ગ્રેનેડ, બે પાઉચ, ૫૪૦૦ રૂપિયા રોકડ, એક મોબાઈલ ફોન, એક સ્‍માર્ટવોચ, બે બિસ્‍કિટ પેકેટ અને એક આધાર કાર્ડ જપ્ત કરવામાં આવ્‍યું. આ મામલે પ્રાથમિક ફરિયાદ નોંધાઈ છે અને તપાસ ચાલુ છે.

(1:13 PM IST)