News of Friday, 30th May 2025
દરોડો પડતા જ નોટોનાં બંડલ બહાર ફેકવા લાગ્યો
ઓડિસાની ઘટનાઃ એન્જીનીયરને ત્યાંથી ર કરોડની રોકડ જપ્ત

ભુવનેશ્વરઃતા.૩૦,ઓડિશામાં વિજિલન્સ વિભાગે એક મુખ્ય ઇજનેરના ૭ સ્થળોએ દરોડા પાડ્યા હતા. આ દરમિયાન, તેમના બે ઘરોમાંથી ૨ કરોડથી વધુ રોકડ મળી આવી હતી. લાખો રૂપિયાના સોનાના દાગીના અને મોંઘા કપડાં પણ મળી આવ્યા હતા.વિજિલન્સ ટીમને જોતા મુખ્ય ઇજનેરે ભુવનેશ્વરમાં તેમના ફ્લેટની બારીમાંથી ૫૦૦ રૂપિયાની નોટોના બંડલ ફેંકવાનું શરૂ કર્યું. અધિકારીઓએ નોટોના બંડલ શોધી કાઢ્યા છે. રોકડ ગણતરી માટે મશીનોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. નોટોની ગણતરી ચાલુ છે.
ઇજનેરની ઓળખ ઓડિશા સરકારના કર્મચારી વૈકુંઠનાથ સારંગી તરીકે થઈ છે. તે રાજયના ગ્રામીણ વિકાસ વિભાગમાં કામ કરે છે. તેની પાસે તેની આવક કરતાં વધુ સંપત્તિ હોવાની શંકા છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે ઇજનેરના નિવાસસ્થાન અને ઓફિસમાં શોધખોળ ચાલી રહી છે.
ફ્લેટ અને પૂર્વજોના ઘરમાંથી ૧ કરોડ રોકડ મળી આવી હતી. એક સત્તાવાર નિવેદનમાં, એવું કહેવામાં આવ્યું હતું કે ઓડિશા પોલીસની ભ્રષ્ટાચાર વિરોધી શાખાએ ભુવનેશ્વર, અંગુલ અને પુરીમાં મુખ્ય ઇજનેરના સ્થળો પર દરોડા પાડ્યા હતા. ભુવનેશ્વરમાં તેમના ફ્લેટમાંથી લગભગ ૧ કરોડ રૂપિયા રોકડા મળી આવ્યા હતા, જયારે અંગુલમાં તેમના પૈતૃક દ્યરમાંથી ૧.૧ કરોડ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા હતા.
વૈકુંઠનાથ સારંગી પર તેમની આવક કરતાં વધુ સંપત્તિ હોવાનો આરોપ છે. અંગુલમાં વિજિલન્સના સ્પેશિયલ જજે તેમની સામે સર્ચ વોરંટ જારી કર્યું હતું, જેના આધારે એક સાથે દરોડા પાડવામાં આવી રહ્યા છે. વિજિલન્સે અંગુલના કર્દગડિયામાં બે માળનું ઘર, ભુવનેશ્વરના સિઉલામાં ફ્લેટ અને પુરી જિલ્લાના પીપિલીમાં ફ્લેટ શોધી કાઢ્યા હતા.
આ પછી, ૨૬ પોલીસ અધિકારીઓની ટીમે તેમના ૭ સ્થળોએ દરોડા પાડ્યા હતા. ટીમમાં આઠ ડીએસપી, ૧૨ ઇન્સ્પેક્ટર અને છ આસિસ્ટન્ટ સબ-ઇન્સ્પેક્ટરનો સમાવેશ થતો હતો. અંગુલમાં સારંગીના પૈતૃક દ્યર ઉપરાંત, સંબંધીઓના દ્યરોની પણ તપાસ કરવામાં આવી હતી.
ભુવનેશ્વરમાં આરડી પ્લાનિંગ એન્ડ રોડ સ્થિત ચીફ એન્જિનિયરની ઓફિસમાં શોધખોળ હાથ ધરવામાં આવી હતી. રોકડ વસૂલાતના દ્યણા વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યા છે. આમાં, ફ્લોર પર નોટોનો ઢગલો પડ્યો છે. નજીકમાં બેઠેલા અધિકારીઓ રોકડ ગણતા જોઈ શકાય છે
(3:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
