<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th May 2025

પત્‍નીની ઇચ્‍છા વિરૂદ્ધ અકુદરતી સેક્‍સ એ ક્રૂરતા છે પણ..

મધ્‍યપ્રદેશ હાઈકોર્ટનો શું ફેંસલો છે? :પત્‍નીને અકુદરતી સેક્‍સ માટે દબાણ કરવું, તેને શારીરિક ત્રાસ આપવો અને તેની સાથે ક્રૂર વર્તન કરવું એ IPCની કલમ ૪૯૮A હેઠળ ગુનો છેઃ મધ્‍યપ્રદેશ હાઈકોર્ટે

ગ્‍વાલિયર, તા.૩૦: મધ્‍યપ્રદેશ હાઈકોર્ટે તાજેતરમાં એક કેસની સુનાવણી કરતી વખતે કહ્યું કે પત્‍નીને અકુદરતી સેક્‍સ માટે દબાણ કરવું, તેને શારીરિક ત્રાસ આપવો અને તેની સાથે ક્રૂર વર્તન કરવું એ IPCની કલમ ૪૯૮A હેઠળ ગુનો છે. જોકે, એ પણ સ્‍પષ્ટ કરવામાં આવ્‍યું હતું કે પતિ વિરુદ્ધ કલમ ૩૭૭ અને ૩૭૬ હેઠળ કેસ દાખલ કરી શકાતો નથી કારણ કે વૈવાહિક બળાત્‍કાર ભારતીય કાયદા હેઠળ સજાપાત્ર ગુનો નથી.

આ સાથે, કોર્ટે મહિલા દ્વારા પતિ વિરુદ્ધ દાખલ કરાયેલી FIR પણ માન્‍ય રાખી છે. ટાઇમ્‍સ ઓફ ઇન્‍ડિયાના અહેવાલ મુજબ, પોલીસે પતિ પર કલમ ૩૭૭ (અકુદરતી ગુનો), ૩૨૩ (સ્‍વૈચ્‍છિક રીતે નુકસાન પહોંચાડવું) અને ૪૯૮A (પતિ અથવા સંબંધીઓ દ્વારા ક્રૂરતા) હેઠળ આરોપ મૂકયો હતો. પતિએ FIR ને પડકારતા કહ્યું હતું કે તેની પત્‍ની સાથે અકુદરતી સેક્‍સ કરવું એ ભારતીય કાયદા હેઠળ ગુનો નથી. પતિએ એવો પણ દાવો કર્યો હતો કે કલમ ૪૯૮A લાગુ ન થવી જોઈએ, કારણ કે ફરિયાદમાં દહેજ સંબંધિત કોઈ આરોપનો સમાવેશ થતો નથી. આ અંગે ચુકાદો આપતાં, ગ્‍વાલિયર બેન્‍ચના ન્‍યાયાધીશ જી.એસ. આહલુવાલિયાએ તેમના આદેશમાં કહ્યું હતું કે પત્‍ની સાથે અકુદરતી સેક્‍સ કરવું એ IPC ની કલમ ૩૭૬ અથવા ૩૭૭ હેઠળ ગુનો નથી, પરંતુ જો તેમાં હિંસા અને શારીરિક શોષણનો સમાવેશ થાય છે, તો તેને ક્રૂરતા ગણી શકાય.

કોર્ટે કહ્યું કે, પત્‍ની સાથે તેની ઇચ્‍છા વિરુદ્ધ અકુદરતી સેક્‍સ કરવું અને જ્‍યારે તે પ્રતિકાર કરે છે, ત્‍યારે તેને માર મારવો અને તેની સાથે શારીરિક ક્રૂરતાથી વર્તવું ચોક્કસપણે ક્રૂરતાની વ્‍યાખ્‍યામાં આવશે. અહીં એ સ્‍પષ્ટ કરવું ખોટું નહીં હોય કે દહેજની માંગણી ક્રૂરતા માટે ફરજિયાત શરત નથી.

આદેશમાં વધુમાં જણાવાયું છે કે IPCની કલમ ૪૯૮A નું સરળ વાંચન એ સ્‍પષ્ટ કરે છે કે કોઈપણ ઇરાદાપૂર્વકનું વર્તન જેસ્ત્રીને આત્‍મહત્‍યા કરવા માટે મજબૂર કરે છે અથવા ગંભીર ઇજા પહોંચાડે છે અથવાસ્ત્રીના જીવન, અંગો અથવા સ્‍વાસ્‍થ્‍ય માટે જોખમ ઊભું કરે છે, પછી ભલે તે માનસિક હોય કે શારીરિક, તે ક્રૂરતા ગણાશે.

(3:28 PM IST)