News of Friday, 30th May 2025
પાકિસ્તાને ભારત પર હુમલો કરવા માટે ચીન પાસેથી ખરીદેલા શસ્ત્રોનો ઉપયોગ કર્યો , પાકિસ્તાનને ચીનના કોઈ પણ શસ્ત્રો કામ ન આવ્યા, ચીની મિસાઈલો ફુટી પણ નહિ
હાલમાં આ PL-15E મિસાઇલ ભારતીય સેનાના હાથમાં છે પરંતુ ચીન એ સત્ય સ્વીકારી શકતું નથી કે તેની કહેવાતી સુપર બ્રાન્ડ મિસાઇલ નિષ્ફળ ગઈ : જ્યારે ચીની સેનાને આ અંગે પ્રશ્નો પૂછતા તેમની પાસે જવાબ નહોતા

નવી દિલ્હી તા.૩૦ : ભારતના ઓપરેશન સિંદૂર પછી પાકિસ્તાને ડ્રોન અને હથિયારોનો ઉપયોગ કરીને ભારતના અનેક સરહદી શહેરો પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો. જોકે ભારતીય એર ડિફેન્સ સિસ્ટમે બધા હુમલાઓને નિષ્ફળ બનાવ્યા. જો કે ભારતીય અધિકારીઓએ દાવો કર્યો હતો કે પાકિસ્તાને ભારત પર હુમલો કરવા માટે ચીન પાસેથી ખરીદેલા શસ્ત્રોનો ઉપયોગ કર્યો હતો.
ચીની મિસાઈલો ફુટી પણ નહિ
પાકિસ્તાનને ચીનના કોઈ પણ શસ્ત્રો કામ ન આવ્યા, કારણ કે આમાંથી કેટલીક મિસાઇલો લક્ષ્ય સુધી પહોંચ્યા પછી નિષ્ફળ ગઈ અને વિસ્ફોટ પણ થયો નહીં. આ શસ્ત્રોમાં ચીનની PL-15E રડાર-ગાઇડેડ બિયોન્ડ વિઝ્યુઅલ રેન્જ મિસાઇલનો પણ સમાવેશ થાય છે, જેનો ઉપયોગ પાકિસ્તાને ભારત પર હુમલો કરવા માટે કર્યો હતો. પરંતુ આ મિસાઇલ પણ ફૂટી ન હતી.
હાલમાં આ PL-15E મિસાઇલ ભારતીય સેનાના હાથમાં છે. પરંતુ ચીન એ સત્ય સ્વીકારી શકતું નથી કે તેની કહેવાતી સુપર બ્રાન્ડ મિસાઇલ નિષ્ફળ ગઈ છે. જ્યારે ચીની સેનાને આ અંગે પ્રશ્નો પૂછવામાં આવ્યા ત્યારે તેમની પાસે જવાબ આપવા માટે કંઈ નહોતું.
હથિયારો આપવા અંગે ચીની અધિકારીએ શું કહ્યું
ચીન PL-15E ને પોતાનું સૌથી અદ્યતન રોકેટ કહે છે અને જ્યારે ચીનના સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તા સિનિયર કર્નલ ઝાંગ ઝિયાઓગાંગને પત્રકારોએ આ રોકેટ વિશે પૂછ્યું ત્યારે તેમણે ફક્ત એટલું જ કહ્યું કે તમે જે મિસાઇલનો ઉલ્લેખ કર્યો છે તે એક નિકાસ મિસાઈલ છે અને તેને દેશ અને વિદેશમાં ડિફેન્સમાં પ્રદર્શનોમાં ઘણી વખત પ્રદર્શિત કરવામાં આવી છે.
(4:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
