News of Friday, 30th May 2025
અમે આ જઘન્ય ગુના સામે પરિવાર સાથે છીએ : નરેન્દ્રભાઈ મોદી : પહેલગામ આતંકવાદી હુમલાનો ભોગ બનેલા શુભમ દ્વિવેદીના પરિવારને મળતા વડાપ્રધાન
નરેન્દ્રભાઈ મોદીએ શુભમ દ્વિવેદીના પરિવારને ખાતરી આપી કે આતંકવાદ સામેની લડાઈ હજુ પૂરી થઈ નથી : પ્રધાનમંત્રીએ શુભમની પત્ની ઐશ્ન્યાની તબિયત વિશે પણ પૂછ્યું

નવી દિલ્હી તા.૩૦ : પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી શુક્રવારે કાનપુરના ચકેરી એરપોર્ટ પર શુભમ દ્વિવેદીના પરિવારને મળ્યા હતા. પહેલગામ આતંકવાદી હુમલામાં દ્વિવેદીનું આતંકવાદીઓ દ્વારા મોત થયું હતું. પીએમ મોદીએ શુભમ દ્વિવેદીના પરિવારને ખાતરી આપી કે આતંકવાદ સામેની લડાઈ હજુ પૂરી થઈ નથી. આ સાથે પ્રધાનમંત્રીએ શુભમની પત્ની ઐશ્ન્યાની તબિયત વિશે પણ પૂછ્યું. તેમણે કહ્યું કે અમે આ જઘન્ય ગુના સામે પરિવાર સાથે છીએ.
તમને જણાવી દઈએ કે 22 એપ્રિલે પહેલગામમાં આતંકવાદીઓએ 26 લોકોની ગોળી મારીને હત્યા કરી હતી. આતંકવાદીઓએ પ્રવાસીઓને તેમના ધર્મ વિશે પૂછ્યા પછી ગોળી મારી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી કાનપુરમાં છે. આ દરમિયાન તેમણે ઘણા પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિત ભાજપના ઘણા મોટા નેતાઓ પણ હાજર રહ્યા હતા.
(4:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
