<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th May 2025

ગુજરાતની સરહદ ખૂબ પડકારજનક: આખી સરહદ પર પાકિસ્તાને કરી હતી રેગ્યુલર આર્મી તૈનાત: BSFના IG અભિષેક પાઠકે આપી માહિતી

ઓપરેશન સિંદૂર અંગે BSFના IG અભિષેક પાઠકે પત્રકાર પરિષદ યોજી જાણકારી આપી

જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં 22 એપ્રિલના રોજ આતંકવાદીઓએ 26 લોકોની ગોળી મારીને હત્યા નીપજાવી હતી. આતંકવાદીઓએ પ્રવાસીઓને તેમના ધર્મ વિશે પૂછ્યા બાદ ગોળી મારી હતી. આતંકી સામે ભારતે ઓપરેશન સિંદૂરે પાકિસ્તાનમાં ઘૂસીને આતંકીના આકાઓ અને અડ્ડાઓને ધ્વસ્ત કર્યા હતા. ઓપરેશન સિંદૂર અંગે BSFના IG અભિષેક પાઠકે પત્રકાર પરિષદ યોજીને જાણકારી આપી હતી.

ઓપરેશન સિંદૂર અંગે BSFના IG અભિષેક પાઠકે જાણકારી આપતા જણાવ્યું હતું કે, ભારત-પાકિસ્તાન સીમા જમ્મુ કાશ્મીરથી શરૂ કરી ગુજરાત સુધી છે. આ સરહદ રાજસ્થાન ના બાડમેર થી શરૂ કરી ગુજરાત સુધીની સરહદ BSF હેઠળ આવે છે. જોકે ગુજરાતની સરહદ ખૂબ પડકારજનક છે. પાકિસ્તાને પૂરી સરહદ પર રેગ્યુલર આર્મી તહેનાત કરી હતી. PAK સરહદ પર મેન પાવર વધારવાની સાથે સાથે ટેન્ક મૂવમેન્ટ પણ કરી હતી. જોકે 7 મેના રોજ ભારતે PAKમાં રહેલા આતંકી ઠેકાણાને તોડી પાડવામાં સફળતા મળી છે. 

BSFના IG અભિષેક પાઠકે વધુમાં જણાવ્યું હતું કે, ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે ઓપરેશન સિંદૂરે પહેલગામમાં આતંકી હુમલા સામે વળતો પ્રહાર કર્યો છે.ઓપરેશન સિંદૂર મિશનમાં ભારતે પાકિસ્તામાં આતંકીના અડ્ડાઓને નાશ કર્યા છે. પરંતું પાકિસ્તાનના કોઈ પણ નાગરિકોને ભારતે ટાર્ગેટ નહતા કર્યા. પાકિસ્તાન ભારતીય નાગરિકોને નિશાન બનાવશે તેવો અમને ડર હતો એ માટે ભારત આર્મીએ સુરક્ષા વ્યવસ્થા ઊભી કરી હતી. 

PAK ડ્રોનની ઘૂસણખોરી અંગે BSFના IG અભિષેક પાઠકે કહ્યું હતું કે, પાકિસ્તાને અનેકવાર ભારતના સરહદી વિસ્તારોમાં PAK ડ્રોન મોકલીને હુમલો કરવામાં આવ્યો, જોકે ભારતીય આર્મીએ પાકિસ્તાનના તમામ નાપાક ઇરાદાને નાકામ બનાવ્યા હતા. 500 થી વધુ PAK ડ્રોન ગુજરાતને ટાર્ગેટ માટે મોકલ્યા પરંતું તમામ પ્રયાસોને નિષ્ફળ બનાવાયા હતા. પાકિસ્તાન સરહદેથી ભારતમાં ઘૂસણખોરી કરતા PAK ડ્રોનને ભારતની ડિફેન્સ ફોર્સે જે સિસ્ટમ ગોઠવેલી તેનાથી તમામ PAK ડ્રોનને તોડી પાડવામાં આવ્યા હતા.ભારત પાકિસ્તા તણાવ વચ્ચે કોઈ નાગરિકની જાનહાનિ ન થઇ

અભિષેક પાઠકે વધુમાં કહ્યું હતું કે, ઓપરેશન સિંદૂર અંગે જાણ જતા રજા પર ગયેલા BSF જવાનો સામેથી જ દેશ સેવા માટે હાજર થઈ ગયા હતા. ગુજરાતમાં 800થી વધુ મહિલા BSFમાં સીમાક્રમી કાર્યરત...ઓપરેશન સિંદૂર સમયે ગુજરાત બોર્ડર પર પણ મહિલા સીમાક્રમીઓએ ફ્રન્ટ પર ફરજ બજાવી હતી. પૂરા અભિયાનમાં ત્રણેય સૈન્ય પાંખોનું જબરજસ્ત સંકલન રહ્યું હતું. સૌએ એકબીજાને જરૂરી સુરક્ષા આપી અને દરેક જિલ્લાઓમાં કલેક્ટર સહિતના વહીવટી તંત્રનો સહકાર રહ્યો.તમામ જરૂરિયાતો રાજ્ય સરકાર અને ગૃહ વિભાગના સહયોગથી પૂર્ણ કરાઇ અને સરહદી જિલ્લાઓમાં મોક ડ્રીલ કરી જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. 

BSFના IGએ વધુમા જણાવ્યું હતું કે, પાકિસ્તા-ભારત તણાવ વચ્ચે ભારતીય સરહદને આવેલા તમામ ગામવાસીઓએ BSFમાં વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ગામ લોકોએ bsfની જરૂરિયાતો પૂરી કરવાની પણ તૈયારી દર્શાવી હતી. ઇન્ટેલિજન્સ માં તમામ એજન્સીઓ સહયોગથી કામ કરી રહી હતી, જેના લીધે બધી માહિતી સમયસર મળી રહી હતી. ગુજરાત બોર્ડર પર પાકિસ્તાની ઘૂસણખોર ને પણ BSFએ ઝડપી લીધો હતો.આવનારી દરેક પરિસ્થિતિ ને પહોચી વળવા BSF સક્ષમ છે.BSF સતત ગુજરાત સરહદ પર બાજ નજર રાખી રહ્યું છે. પાકિસ્તાનના ઘૂસણખોરી સહિતના પ્રયાસો પર BSFની નજર છે. PAK ડ્રોન તોડી પડાયા તે તૂર્કીના હતા કે કેમ તે અંગે ફોરેન્સિક લેબનો રિપોર્ટ આવ્યા બાદ નક્કી કરાશે.

(7:27 PM IST)