<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th May 2025

વોટ્સએપ પર આવ્યું અફલાતૂન ફીચર્સ : હવેથી સ્ટેટ મૂકતી વખતે સ્ટેટસ કસ્ટમાઈઝ કરવાનો મોકો મળશે

આ નવા ફીચરને કારણે યુઝર્સ વધારે ક્રિયેટીવ રીતે પોતાનું સ્ટેટસ અપડેટ શેર કરી શકશે

મુંબઈ :દુનિયાભરમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતી ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ વોટ્સએપ છે અને દુનિયાભરમાંથી કરોડો લોકો વોટ્સએપનો ઉપયોગ કરે છે.

મેટાના સ્વામિત્વવાળું વોટ્સએપ પણ યુઝર્સની સુવિધા અને સરળતા માટે દર થોડાક સમયે નવા નવા ફીચર લોન્ચ કરે છે. વોટ્સએપમાં ટૂંક સમયમાં એવા મહત્ત્વના ફીચર લોન્ચ કરવામાં આવશે જેને કારણે તમારો અનુભવ એકદમ સુધરી જશે. 

મળતી માહિતી મુજબ વોટ્સએપના લેટેસ્ટ અપડેટ બાદ તમને વોટ્સએપ સ્ટેટ મૂકતી વખતે સ્ટેટસ કસ્ટમાઈઝ કરવાનો મોકો મળશે. આ નવા ફીચરને કારણે યુઝર્સ વધારે ક્રિયેટીવ રીતે પોતાનું સ્ટેટસ અપડેટ શેર કરી શકશે

વોટ્સએપના બીજા નવા ફીચરની વાત કરીએ તો તમને એમાં લેઆઉટનું ઓપ્શન પણ મળશે. આ ફીચરની મદદથી તમે છે જેટલા ફોટોનું કોલાજ કરીને શેર કરી શકશો.

વોટ્સએપ દ્વારા હવે એક વધુ નવુ ફીચર પણ લોન્ચ કરવામાં આવ્યું છે અને ફીચરને કારણે તમે ફેસબૂક અને ઈન્સ્ટાગ્રામની જેમ જ સ્ટેટસ પર મ્યુઝિક કે મ્યુઝિકનું સ્ટિકર પણ એડ કરી શકો છો. આ સિવાય ફોટો સ્ટિકરનું નવું ઓપ્શન પણ આવી રહ્યું છે જેની મદદથી તમે તમારા ફોટોને સ્ટિકરમાં કન્વર્ટ કરી શકશો અને સ્ટેટસ પર લગાવી શકો છો.

ટૂંકમાં કહીએ તો વોટ્સએપના આ તમામ ફીચર્સ સ્ટેટસને વધારે ક્રિયેટિવ બનાવવા માટે એડ કરવામાં આવ્યા છે અને વોટ્સએપ પર જ યુઝર્સને ઈન્સ્ટાગ્રામ અને ફેસબૂક જેવો અનુભવ થશે. આ ફીચર્સને યુઝ કરવા માટે તમારે વોટ્સએપ સ્ટેટસમાં જવું પડશે. અહીં તમને લેઆઉટ, મ્યુઝિક અને સ્ટિકર્સનો ઓપ્શન મળશે.

વોટ્સએપ એક એવી ઈન્સ્ટન્ટમેસેજિંગ એપ છે જેની મદદથી તમે દૂર બેઠેલા તમારા પ્રિયપાત્ર સાથે કનેક્ટેડ રહી શકો છો. આ એપ પર તમે ટેક્સ્ટ મેસેજ, કોલ્સ, વીડિયો કોલ્સ, ફોટો, વીડિયો કે ફાઈલ્સ શેર કરી શકો છો.

(8:36 PM IST)