હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
IPL 2025 : મુંબઈ ઈન્ડિયન્સનો દબદબો! ગુજરાત ટાઈટન્સને એલિમિનેટરમાં ૨૦ રને પછાડી ક્વોલિફાયર-૨ માં ધમાકેદાર એન્ટ્રી!
રોહિત શર્માના ૮૧ અને બેરસ્ટોના ૪૭ રનની આક્રમક બેટિંગ : ગુજરાતનો શુભમન ગિલ નિષ્ફળ : સાંઈ સુદર્શનના ૮૧ રન પણ જીત ન અપાવી શક્યા! હવે પંજાબ કિંગ્સ સામે થશે રોમાંચક મુકાબલો

મુલ્લાનપુર : ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની ૧૮મી સીઝનમાં આજે એક રોમાંચક મુકાબલો જોવા મળ્યો, જ્યાં મુંબઈ ઈન્ડિયન્સે ગુજરાત ટાઈટન્સને ૨૦ રને હરાવીને ક્વોલિફાયર-૨ માં સ્થાન મેળવી લીધું છે. આ હાર સાથે ગુજરાત ટાઈટન્સનું આ સિઝનમાં સફર સમાપ્ત થઈ ગયું છે. હવે મુંબઈ ઈન્ડિયન્સનો મુકાબલો ક્વોલિફાયર-૨ માં પંજાબ કિંગ્સ સામે થશે.
મુંબઈનો ભવ્ય સ્કોર અને ગુજરાતની લડાયક બેટિંગ
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા મુંબઈ ઈન્ડિયન્સે નિર્ધારિત ૨૦ ઓવરમાં ૫ વિકેટ ગુમાવીને ૨૨૮ રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. મુંબઈ તરફથી કેપ્ટન રોહિત શર્માએ ૫૦ બોલમાં ૮૧ રનની આક્રમક ઇનિંગ રમી હતી, જ્યારે જોની બેરસ્ટોએ ૨૨ બોલમાં ૪૭ રન ફટકારી ટીમને ધમાકેદાર શરૂઆત અપાવી હતી. સૂર્યકુમાર યાદવે ૨૦ બોલમાં ૩૩ રન, તિલકે ૧૧ બોલમાં ૨૫ રન, અને હાર્દિક પંડ્યાએ ૯ બોલમાં ૨૨ રનનું યોગદાન આપ્યું હતું. ગુજરાત તરફથી સાંઈ કિશોર અને પ્રસિદ્ધ કૃષ્ણાએ ૨-૨ વિકેટ ઝડપી હતી.
૨૨૯ રનના વિશાળ લક્ષ્યનો પીછો કરતા ગુજરાત ટાઈટન્સની શરૂઆત ખરાબ રહી હતી. કેપ્ટન શુભમન ગિલ માત્ર ૧ રન બનાવીને પેવેલિયન ભેગા થયા હતા. જોકે, વોશિંગ્ટન સુંદરે ૨૪ બોલમાં ૪૮ રન અને સાંઈ સુદર્શને ૪૯ બોલમાં ૮૧ રનની લડાયક ઇનિંગ રમી હતી, પરંતુ તે ટીમને જીત અપાવી શક્યા નહોતા. કુસલ મેન્ડિસે ૧૦ બોલમાં ૨૦ રન, રધરફોર્ડે ૧૫ બોલમાં ૨૪ રન, શાહરૂખે ૭ બોલમાં ૧૩ રન અને રાહુલ તેવટિયાએ ૧૧ બોલમાં ૧૬ રન બનાવ્યા હતા. ગુજરાતની ટીમ ૨૦ ઓવરમાં ૬ વિકેટ ગુમાવીને ૨૦૮ રન જ બનાવી શકી હતી.
મુંબઈના બોલરોનો શાનદાર પ્રદર્શન
મુંબઈ ઈન્ડિયન્સના બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. ટ્રેન્ટ બોલ્ટે ૨ વિકેટ ઝડપી હતી, જ્યારે જસપ્રિત બુમરાહ, ગ્લીનસન, સેન્ટનર અને અશ્વિનીને ૧-૧ વિકેટ મળી હતી.
આ જીત સાથે મુંબઈ ઈન્ડિયન્સે ટુર્નામેન્ટમાં પોતાની આશા જીવંત રાખી છે અને હવે તેઓ ફાઇનલમાં સ્થાન મેળવવા માટે પંજાબ કિંગ્સ સામે ટકરાશે, જ્યારે ગુજરાત ટાઈટન્સ માટે આ સિઝનનો અંત આવી ગયો છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
