<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 31st May 2025

પત્‍ની વોમિટ કરવા જતાં ટ્રેનમાંથી પડી ગઈ, તેને બચાવવા પતિ કૂદ્યો, એક કિલોમીટર ચાલીને હોસ્‍પિટલમાં લઈ ગયો

ઇન્‍દોર તા.૩૧: ઇન્‍દોરના એડ્‍વોકેટ વિકાસ જોશીનાં લગ્ન હજી ગયા મહિને ૧૬ એપ્રિલે શિવાની શર્મા સાથે થયેલાં. જોકે ટ્રેનના એક હાદસાએ આ સુંદર જોડીને વિખૂટી પાડી દીધી. શિવાની મૂળ ઝાલોનની રહેવાસી હતી અને લૉ ભણી રહી હતી. પતિ સાથે પરીક્ષા આપવા માટે તે મંગળવારે ઉરઈ ગઈ હતી. પરીક્ષા આપીને બુધવારે સાંજે તેઓ ઇન્‍દોર જવા ટ્રેનમાં બેઠાં હતાં. રાતના લગભગ નવ વાગ્‍યે શિવપુરી રેલવે-સ્‍ટેશનથી થોડેક દૂર શિવાનીને વોમિટ જેવું લાગતાં તે કોચના ગેટ પાસે જઈને ઊભી રહી ગઈ. વિકાસ પણ તેની સાથે જ હતો, પણ પાણી લેવા સીટ પર પાછો આવ્‍યો. એ દરમ્‍યાન શિવાની ટ્રેનમાંથી પડી ગઈ. પાસે ઊભેલા એક યાત્રીએ કહ્યું કે તેનો પગ લપસી જતાં તે નીચે પડી ગઈ છે. વિકાસે તરત જ ટ્રેનની ચેઇન ખેંચી અને ટ્રેન રોકીને તે દોડતો પાછળ ગયો. રાતના અંધારામાં તેણે ટ્રેક પર તપાસ કરી. શિવાનીને ગોદમાં ઉઠાવીને તે નજીકના ક્રોસિંગ સુધી દોડ્‍યો. જોકે ગવર્નમેન્‍ટ પોલીસે તેને મદદ કરવાને બદલે નિયમ-કાનૂનની વાતો કરીને કાગળો પર સાઇન કરાવવામાં સમય બગાડ્‍યો. એ પછી વિકાસને ક્રૉસિંગ પાસે એક કારવાળો મળ્‍યો જેણે તેમને હૉસ્‍પિટલ પહોંચાડ્‍યાં. જોકે તપાસ કરીને ડૉક્‍ટરોએ સારવાર પહેલાં જ શિવાનીને મળત જાહેર કરી હતી.(૩૮.૧૭)

(10:19 AM IST)