<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 31st May 2025

કાલથી આ સ્માર્ટફોનમાં વ્હોટ્સએપ ચાલવાનું થઈ જશે બંધ :જુઓ એવા તમામ એન્ડ્રોઈડ-iPhone ની યાદી

WhatsApp iOS 15 કે તેથી વધુ જૂના વર્ઝન ચલાવતા iPhonesને સપોર્ટ કરશે નહીં: એન્ડ્રોઇડ 5.0 કે તેથી વધુ જૂના વર્ઝન માટે સપોર્ટ પણ દૂર કરી રહી છે

મુંબઈ :1લી જૂનથી કેટલાક iPhone અને Android ડિવાઈસ પર WhatsApp કામ કરવાનું બંધ કરી દેશે. અગાઉ કંપનીએ કહ્યું હતું કે આ ફેરફાર મે 2025માં લાગુ કરવામાં આવશે. જોકે થોડો વિલંબ થવાને કારણે વપરાશકર્તાઓને તેમના ફોન બદલવા માટે વધુ સમય મળ્યો હતો. આ પગલું મેટાના રેગ્યુલર સાઈકલિક અપડેટ્સનો એક ભાગ છે. હકીકતમાં WhatsApp તેના ઉપયોગ માટે મિનિમમ આવશ્યકતા વધારી રહ્યું છે.

આવતીકાલથી એટલે કે 1 જૂનથી WhatsApp iOS 15 કે તેથી વધુ જૂના વર્ઝન ચલાવતા iPhonesને સપોર્ટ કરશે નહીં. આ મેસેજિંગ એપ એન્ડ્રોઇડ 5.0 કે તેથી વધુ જૂના વર્ઝન માટે સપોર્ટ પણ દૂર કરી રહી છે.

WhatsApp સપોર્ટ ગુમાવનારા iPhone અને Android સ્માર્ટફોનની યાદી

iPhone 5s
iPhone 6
iPhone 6 Plus
iPhone 6s
iPhone 6s Plus
iPhone SE (1st gen)
Samsung Galaxy S4
Samsung Galaxy Note 3
Sony Xperia Z1
LG G2
Huawei Ascend P6
Moto G (1st Gen)
Motorola Razr HD
Moto E 2014

યાદીમાં સમાવેશ ધરાવતા તમામ ફોન જૂના છે. પરંતુ આ કારણોસર ફોન કાઢી નાખતા પહેલા ખાતરી કરો કે તમારો ફોન અપ-ટુ-ડેટ છે કે નહીં. જો ફોન હજુ પણ સોફ્ટવેર અપડેટ્સ પ્રાપ્ત કરી રહ્યો છે, જે iPhonesને iOS 15.1 કે પછીના વર્ઝન પર અને Androids ને Android 5.1 કે પછીના વર્ઝન પર ચાલશે તો WhatsApp પણ તમારા ફોન પર સરળતાથી ચાલશે.

જો તમને લાગે કે તમારા ફોનને અસર થઈ શકે છે તો ગભરાવાની જરૂર નથી. WhatsApp વપરાશકર્તાઓને સપોર્ટ સમાપ્ત થાય તે પહેલાં તેમના ચેટ ઇતિહાસનો ગૂગલ એકાઉન્ટમાં બેકઅપ લેવાની સલાહ આપે છે. તેની મદદથી, તમારી તમામ ચેટ સરળતાથી નવા ઉપકરણ પર ટ્રાન્સફર થઈ જશે. આ કરવા માટે WhatsApp ખોલો, સેટિંગ્સમાં જાઓ, ચેટ્સ પર ટેપ કરો, પછી ચેટ બેકઅપ પસંદ કરો અને ઓન-સ્ક્રીન પ્રોમ્પ્ટ્સને અનુસરો. આ પગલું નવા હેન્ડસેટ પર સ્વિચ કરવાનું સરળ બનાવશે.

 

(6:45 PM IST)