<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 1st June 2025

શાહદરાના સીમાપુરીવિસ્તારમાં એક ફ્લેટમાંથી ભાઈ અને બહેનના મૃતદેહ લટકતી હાલતમાં મળી આવ્‍યો

મૃતકોની ઓળખ દેવેન્દ્ર કુમારના પુત્ર વીરેશ કુમાર તોમર (32 વર્ષ) અને દેવેન્દ્ર કુમારની પુત્રી ચિંકી (30 વર્ષ) તરીકે થઈ છે, જેઓ ફતેહપુર ચક, કિશનપુર, રામલા બાગપતના રહેવાસી હોવાનું જાણવા મળેલ છે

નવી દિલ્‍હીઃ શાહદરાના સીમાપુરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ફ્લેટમાંથી ભાઈ અને બહેનના મૃતદેહ મળી આવ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે બંનેએ આત્મહત્યા કરી છે. તેમના મૃતદેહ રૂમમાં લટકતા મળી આવ્યા હતા. ઘણા દિવસોથી દુર્ગંધ આવતી હતી. આજે સવારે ગંધ વધુ આવતાં પોલીસને આ બાબતની જાણ કરવામાં આવી હતી.
પોલીસના જણાવ્યા અનુસાર, ફ્લેટની અંદરથી દુર્ગંધ આવતી હોવાની માહિતી મળી હતી. ત્યારબાદ પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ફ્લેટ અંદરથી બંધ હાલતમાં મળી આવ્યો હતો અને ખોલતા જ બે વ્યક્તિઓ ફાંસીથી લટકેલા મળી આવ્યા હતા અને તેમની ઓળખ ભાઈ અને બહેન તરીકે થઈ છે, જેઓ 2021 થી તે ફ્લેટમાં ભાડુઆત તરીકે રહેતા હતા.
મૃતકોની ઓળખ દેવેન્દ્ર કુમારના પુત્ર વિરેશે કુમાર તોમર (32 વર્ષ) અને દેવેન્દ્ર કુમારની પુત્રી ચિંકી (30 વર્ષ) તરીકે થઈ છે, જેઓ ફતેહપુર ચક, કિશનપુર, રામલા બાગપતના રહેવાસી હતા. પરિવારના સભ્યોને જાણ કરવામાં આવી છે.

(4:32 PM IST)