News of Sunday, 1st June 2025
યુ.એસ.એ. માં સંતશ્રી પૂ. હરિદાસજી મહારાજના દર્શનનો દુર્લભ અવસર : સંતરામ સદ્ગુરુ શરણ મંદિર દ્વારા ૮૪મા સમાધિ મહોત્સવ પૂર્વે ખાસ મુલાકાતનું આયોજન
પૂ. રામદાસજી મહારાજશ્રીના શુભાશીર્વાદ સહ યોજાશે અંગત મુલાકાત : ભારત પ્રસ્થાન પૂર્વે દર્શન માટે વોટ્સએપ દ્વારા વિનંતી કરી શકાશે

દિપ્તીબેન જાની દ્વારા, ન્યુ જર્સી, : યોગીરાજ શ્રી સંતરામ મહારાજની દિવ્ય અખંડ જ્યોતની પ્રેરણાથી અને પ્રાતઃ સ્મરણીય પ.પૂ.શ્રી રામદાસજી મહારાજશ્રીના શુભાશીર્વાદ સહ, શ્રી સંતરામ મંદિરના દિક્ષીત સંતશ્રી પૂ. હરિદાસજી મહારાજ દ્વારા યુ.એસ.એ.માં વિશેષ દર્શન અને અંગત મુલાકાતનો અવસર ગોઠવવામાં આવ્યો છે. આ આયોજન યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજના ૮૪મા સમાધિ મહોત્સવના ઉપલક્ષ્યમાં કરવામાં આવ્યું છે.
પૂ. હરિદાસજી મહારાજ ટૂંક સમયમાં ભારત પાછા જવાના હોવાથી, જે ભક્તોએ હજુ સુધી તેમના દર્શન-મુલાકાત લીધી નથી અને તેમના પ્રસ્થાન પહેલાં તેમના દર્શન કરવા માંગે છે, તેમના માટે આ એક સુવર્ણ તક છે.
મુલાકાત માટેની વિગતો:
ભક્તોએ પોતાની દર્શન-મુલાકાત માટેની Detail Request વિનંતી WhatsApp નંબર (732) 688-2057 પર કરવાની રહેશે. વિનંતી કરનારા ભક્તોને સમયની અનુકૂળતા મુજબ, વ્યક્તિગત રીતે (Individually) મુલાકાતનો સમય કન્ફર્મ કરવામાં આવશે.
આ ખાસ મુલાકાતનું આયોજન ૮ જૂન, ૨૦૨૫ રવિવાર ના રોજ બપોરે ૨:૦૦ થી સાંજે ૫:૦૦ વાગ્યા દરમિયાન તેમના નિવાસસ્થાને (Residence) ૫૪, Hedgrow Street, Piscataway, NJ 08854 ખાતે કરવામાં આવ્યું છે. આ આયોજન 'રામ ભક્ત સમાજ યુ.એસ.એ.' દ્વારા કરવામાં આવ્યું છે, જેની સ્થાપના ગુરુપૂર્ણિમા, ૧૯૯૩ માં થઈ હતી.
આ અવસરનો લાભ લઈને ભક્તો યોગીરાજ શ્રી સંતરામ મહારાજના આશીર્વાદ અને પૂ. હરિદાસજી મહારાજના દિવ્ય દર્શનનો લહાવો લઈ શકશે. શ્રી સંતરામો વિજયતે તરામ...
(11:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
