News of Monday, 2nd June 2025
બાળલગ્નો વિરૂધ્ધ જબરુ ઓપરેશનઃ ૫૦૦૦ કેસ અને ૪૦૦૦ ધરપકડો

દિબ્રુગઢઃ બાળ લગ્ન વિરુદ્ધ આસામ પોલીસનું વિશાળ અભિયાન ચાલુ છે. મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્મા દ્વારા બાળ લગ્ન વિરુદ્ધ ‘‘ઝીરો ટોલરન્સ'' નીતિની જાહેરાત બાદ સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે
હવે આસામ પોલીસે તેની ‘‘ઝીરો ટોલરન્સ'' નીતિ હેઠળ વધુ એક મોટી કાર્યવાહી કરી છે. આસામ પોલીસે ત્રણ ખાસ અભિયાનો હેઠળ ૫,૦૦૦ થી વધુ કેસ નોંધ્યા છે અને ૪,૦૦૦ થી વધુ લોકોની ધરપકડ કરી છે.
આસામમાં બાળ લગ્ન સામે લડવા માટે ‘‘સંતુષ્ટ મોઇના યોજના'' શરૂ કરવામાં આવી છે. રાજ્ય સરકારની સંતુષ્ટ મોઇના પહેલનો લક્ષ્યાંક ૧,૫૦૦ કરોડ રૂપિયાના ખર્ચે ૧૦ લાખ વિદ્યાર્થીઓને આવરી લેવાનો છે.
(9:56 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
