<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd June 2025

ભાજપે ‘‘ઓપરેશન સિંદૂર''ના ચહેરાઓનો પક્ષના પ્રચાર માટે ઉપયોગ કરવાની યોજનાનો કર્યો ઇનકાર

 

નવી દિલ્‍હીઃ કર્નલ સોફિયા કુરેશી અને વિંગ કમાન્‍ડર વ્‍યોમિકા સિંહને અભિયાનના ચહેરા બનાવવાની વાતને ભાજપે પાયાવિહોણી ગણાવીઃ  અમિત માલવિયાએ કહ્યું - ‘‘માહિતીને ખોટી રીતે રજૂ કરાઈ'

ભારતીય જનતા પાર્ટી (ભાજપ) એ રવિવારે સ્‍પષ્ટતા કરી હતી કે, તેની પાસે કોલ. સોફિયા કુરેશી અને વિંગ કમાન્‍ડર વ્‍યોમિકા સિંહને પાર્ટીના ચૂંટણી પ્રચાર માટે ‘‘કેમ્‍પેઇન ફેસ'' તરીકે ઉપયોગ કરવાની કોઈ યોજના નથી. આ સ્‍પષ્ટતા એક મીડિયા અહેવાલના જવાબમાં આવી છે, જેમાં દાવો કરવામાં આવ્‍યો હતો કે, ‘‘ઓપરેશન સિંદૂર'' પર ભારતના પ્રેસ બ્રિફિંગનું નેતળત્‍વ કરનાર આ બંને અધિકારીઓ, ૯ જૂને મોદી સરકારના ૧૧ વર્ષ પૂર્ણ થવા પર ભાજપ દ્વારા શરૂ થનારા મહત્‍વાકાંક્ષી મહિલા-કેન્‍દ્રિત અભિયાનના ચહેરા બનશે.

આ મીડિયા અહેવાલ પર પ્રતિક્રિયા આપતા, ભાજપના IT વિભાગના વડા અમિત માલવિયા એ ‘‘X'' (ટ્‍વિટર) પર જણાવ્‍યું હતું કે, આ ફેક ન્‍યૂઝ છે.(૩૮.૫)

(9:57 AM IST)