કહી ખુશી કહી ગમ...પંજાબ વટભેર ફાઈનલમાં
મુંબઈ ઈન્ડિયન્સનું સપનું ચકનાચુરઃ શ્રેયસ ઐયરની અદ્ભૂત બેટીંગ : આવતીકાલે બેંગ્લોર અને પંજાબ વચ્ચે ફાઈનલ મુકાબલોઃ આ વખતે નવી ટીમ ચેમ્પિયન બનશે

અમદાવાદઃ આઈપીએલ ક્વોલિફાયર-૨માં પંજાબ કિંગ્સના કેપ્ટન શ્રેયસ ઐયરની અણનમ ૮૭ રનની વિસ્ફોટક ઇનિંગ્સના જોરે પંજાબ કિંગ્સે મુંબઈ ઇન્ડિયન્સને પાંચ વિકેટે હરાવી ફાઇનલમાં પોતાનું સ્થાન નિヘતિ કરી લીધું છે. આ શાનદાર જીત સાથે પંજાબ કિંગ્સ હવે ૩ જૂને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે ખિતાબ માટે ટકરાશે, અને આઈપીએલને એક નવો ચેમ્પિયન મળશે તે નિヘતિ બન્યું છે.
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં મુંબઈ ઇન્ડિયન્સે પ્રથમ બેટિંગ કરતા નિર્ધારિત ૨૦ ઓવરમાં ૬ વિકેટે ૨૦૩ રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. જવાબમાં, ૨૦૪ રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી પંજાબ કિંગ્સની ટીમે ૧૮ ઓવરમાં જ ૫ વિકેટ ગુમાવી ૨૦૭ રન બનાવીને શાનદાર જીત મેળવી. કેપ્ટન શ્રેયસ ઐયરે અદભૂત બેટિંગનું પ્રદર્શન કરતા અણનમ ૮૭ રન ફટકારી ટીમને જીત અપાવી. તેમની સાથે નેહલ વઢેરાએ પણ ૨૯ બોલમાં ૪૮ રન બનાવીને મહત્વપૂર્ણ ભાગીદારી કરી હતી, જોકે તેમને ટ્રન્ટ બોલ્ટ દ્વારા એક વખત ડ્રોપ પણ કરવામાં આવ્યા હતા. પંજાબને પ્રારંભિક સફળતા પ્રિયાંશ આર્યના આક્રમક શોટ્સથી મળી હતી.
મુંબઈ ઇન્ડિયન્સ તરફથી જોની બેયરસ્ટોએ ૨૪ બોલમાં ૩૮ રન બનાવ્યા હતા, જ્યારે રોહિત શર્મા ૭ બોલમાં માત્ર ૮ રન બનાવી વહેલો આઉટ થયો હતો. તિલક વર્મા (૨૯ બોલમાં ૪૪ રન) અને સૂર્યકુમાર યાદવ (૨૬ બોલમાં ૪૪ રન) એ મધ્ય ઓવરોમાં ટીમને મજબૂત સ્થિતિમાં લાવી હતી. કાયલ જેમિસને તિલક વર્માને અને યુઝવેન્દ્ર ચહલે સૂર્યકુમાર યાદવને આઉટ કર્યા હતા. અંતમાં, અઝમતુલ્લાહ ઓમરઝાઈએ હાર્દિક પંડ્યા (૧૫) અને નમન ધીર (૩૭) ને આઉટ કરીને બે મહત્વપૂર્ણ વિકેટ લીધી હતી. રાજ બાવા (૮) અને મિશેલ સેન્ટનર (૦) અણનમ રહ્યા હતા, અને મુંબઈએ પંજાબ સામે ૨૦૪ રનનો લક્ષ્ય મૂકયો હતો.(૪૦.૧૪)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
