તા. ૪ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૧૫ ગુરૂવાર
News of Monday, 2nd June 2025
કાશ્મીરના હિન્દુ સમુદાયની આસ્થાનું પ્રતિક: ક્ષીર ભવાની મંદિર

જમ્મુ, ૧ જૂન: ક્ષીર ભવાની મંદિર શ્રીનગરથી ૨૭ કિલોમીટર દૂર તુલમૂલા ગામમાં આવેલું છે. આ મંદિર માતા ક્ષીર ભવાનીને સમર્પિત છે અને તે કાશ્મીરના મુખ્ય ધાર્મિક સ્થળોમાંનું એક છે. મા દુર્ગાને સમર્પિત આ મંદિરનું નિર્માણ એક વહેતી ધારા પર કરવામાં આવ્યું છે. મંદિરની ચારેય બાજુએ ચિનારના વૃક્ષો અને નદીઓની ધારા વહે છે, જે આ સ્થળની સુંદરતામાં વધારો કરે છે. આ મંદિર કાશ્મીરના હિન્દુ સમુદાયની આસ્થાને સારી રીતે દર્શાવે છે.
મહારાજ્ઞા દેવી, રગ્ન્યા દેવી, રજની દેવી, રગ્ન્યા ભગવતી આ મંદિરના અન્ય પ્રચલિત નામો છે. આ મંદિરનું નિર્માણ ૧૯૧૨માં મહારાજા પ્રતાપ સિંહ દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું, જેને બાદમાં મહારાજા હરી સિંહ દ્વારા પૂર્ણ કરવામાં આવ્યું.
મંદિરની એક ખાસ વાત એ છે કે અહીં એક ષટ્કોણીય ઝરણું છે જેને અહીંના સ્થાનિક નિવાસીઓ દેવીનું પ્રતીક માને છે.
મંદિર સાથે જોડાયેલી એક મુખ્ય દંતકથા એ છે કે સતયુગમાં ભગવાન શ્રી રામે પોતાના વનવાસના સમયે આ મંદિરનો પૂજા સ્થળ તરીકે ઉપયોગ કર્યો હતો. વનવાસની અવધિ સમાપ્ત થયા પછી ભગવાન રામ દ્વારા હનુમાનને એક દિવસ અચાનક એવો આદેશ મળ્યો કે તેઓ દેવીની મૂર્તિને સ્થાપિત કરે. હનુમાને આદેશનું પાલન કર્યું અને દેવીની મૂર્તિને આ સ્થાન પર સ્થાપિત કરી, ત્યારથી આજ સુધી આ મૂર્તિ આ જ સ્થાન પર છે.
આ મંદિરના નામ પરથી જ સ્પષ્ટ છે કે અહીં ક્ષીર અર્થાત 'ખીર'નું વિશેષ મહત્વ છે અને તેનો ઉપયોગ અહીં મુખ્ય પ્રસાદ તરીકે કરવામાં આવે છે.
ક્ષીર ભવાની મંદિરના સંદર્ભમાં એક રસપ્રદ વાત એ છે કે અહીંના સ્થાનિક લોકોમાં એવી માન્યતા છે કે જો અહીંના ઝરણાના પાણીનો રંગ સફેદથી બદલાઈને કાળો થઈ જાય તો સમગ્ર ક્ષેત્રમાં અણધારી આફત આવે છે.
દરેક વર્ષે જેષ્ઠ (મે-જૂન) મહિનાના અવસર પર મંદિરમાં વાર્ષિક ઉત્સવનું આયોજન કરવામાં આવે છે. અહીં મે મહિનામાં પૂનમના આઠમા દિવસે મોટી સંખ્યામાં ભક્તો એકઠા થાય છે. એવું માનવામાં આવે છે કે આ શુભ દિવસે દેવીના કુંડનું પાણી બદલવામાં આવે છે. જેષ્ઠ અષ્ટમી અને શુક્લ પક્ષ અષ્ટમી આ મંદિરમાં ઉજવવામાં આવતા કેટલાક મુખ્ય તહેવારો છે.
(11:03 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
