<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd June 2025

જીવનના ઉથલ-પાથલથી શાંત રહેવાની શકિતશાળી ધ્‍યાન વિધીઓ વિજ્ઞાન ભૈરવ તંત્ર- ૧૧૨ ધ્‍યાનની વિધીઓ ૭૦

આપ ધ્‍યાન અને ઓશો સાહિત્‍ય માટે આમંત્રીત છો. ધ્‍યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્‍યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્‍યા ધ્‍યાન થાય છે. છેલ્‍લા ૩૯ વર્ષોથી ધ્‍યાન, ઓશો સાહિત્‍ય -સન્‍યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્‍યાન મંદિર. 

સ્‍થળઃ ઓશો સત્‍ય પ્રકાશ ધ્‍યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્‍વામી સત્‍ય પ્રકાશ

મો.૯૪ર૭ર પ૪ર૭૬

વિધિ- ૭૦:‘‘પોતાની પ્રાણ-શકિતને મેરૂદંડમાં ઉપર ઉઠતી,એક કેન્‍દ્રથી બીજા કેન્‍દ્ર તરફ ગતિ કરતું પ્રકાશ-કિરણ સમજો અને એ પ્રમાણે તમારામાં જીવંતતા''

મેરૂદંડના બે છેડા છે. એની શરૂઆતમાં કામ કેન્‍દ્ર છે અને એના શિખર ઉપર સહશ્રાર છે. મસ્‍તકના ઉપર તે સાતમું ચક્ર છે. મેરૂદંડનો જે આરંભ છે તે પૃથ્‍વી સાથે જોડાયેલો છે. કામવાસના તમારા ભીતર સૌથી વધુ પાર્થીવ વસ્‍તુ છે. તમારા મેરૂદંડના શરૂઆતના ચક્ર દ્વારા તમે નિસર્ગના સંપર્કમાં આવો  છો તેને સાંખ્‍ય પ્રકૃતિ કહે છે. પૃથ્‍વી પદાર્થ અને અંતિમ ચક્રથી, સહશ્રારથી તમે  પરમાત્‍માના સંપર્ક આવો છો.

તમારા અસ્‍તિત્‍વના આ બે ધ્રુવો છે. પહેલા કામ કેન્‍દ્ર છે અને બીજો  સહશ્રાર છે. અંગ્રેજીમાં સહશ્રાર માટે કોઇ મદદજ બે ધ્રુવ છે. તમારૂ જીવન કા તો કામોન્‍મુખ હશે કે સહશ્રારોન્‍મુખ હશે. કા તો તમારી ઉર્જા કામ કેન્‍દ્ર દ્વારા વહીને પૃથ્‍વીમાં પાછી જશે કે કા તો તમારી ઉર્જા સહશ્રારથી નીકળીને અનંત આકાશમાં સમાઇ જશે. તમે સહશ્રારથી બ્રહ્મમાં, પરમ સત્તામાં પ્રવાહિત થઇ જાઓ છો. તમે કામ -કેન્‍દ્રથી પદાર્થ જગતમાં પ્રવાહિત થાઓ છો. આ બે પ્રવાહ છે, એ બે સંભાવનાઓ છે.

જયાં સુધી તમે ઉપર તરફ વિકસિત થતા નથી ત્‍યાં સુધી તમારા દુઃખ સમાપ્ત નહી થાય. તમને સુખની ઝલકો મળી શકે છે. પરંતુ એ ઝલકો જ હશે અને બહુ ભ્રામક હશે.જયારે ઊર્જા ઉર્ધ્‍વગામી હશે તો તમને સુખની વધારેમાં વધારે સાચી ઝલકો મળવા લાગશે અને જયારે ઊર્જા સહશ્રાર ઉપર પહોંચશે ત્‍યારે તમે આનંદ પ્રાપ્ત થઇ જશો. એ જ નિર્વાણ છે. ત્‍યારે ઝલક નથી મળતી પણ તમે જ આનંદ બની જાવ છો.      

- રજનીશના પ્રણામ

સંકલન-તથા ભાષાંતર

સ્‍વામી સત્‍યપ્રકાશજી

મો.૯૪ર૭ર પ૪ર૭૬

(11:12 AM IST)