<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd June 2025

પટેલ નગરમાં યુપીના તિવારી પ્રસાદનો આપઘાતનો પ્રયાસ

સાથે રહેતા મિત્રો કામેથી આવતા યુવાનને લટકતો જોઈ સારવાર માટે ખસેડાયો

રાજકોટ, તા.૨: કોઠારિયા રોડ પર પટેલ નગરમાં ભાડે રહેતા યુપીના યુવાને ગળાફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ કરતા તેને સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો.

મળતી વિગત મુજબ મૂળ ઉત્તરપ્રદેશ હાલ કોઠારિયા રોડ પર પટેલ નગર શેરીનં.૨માં મિત્રો સાથે ભાડે રહેતો તિવારી પ્રસાદ (ઉ.વ.૨૨) ગઈ કાલે પોતાની ઓરડીમાં એકલો હતો, ત્‍યારે તેણે ગળાફાંસો ખાઈ લીધો હતો. સાથે રહેતા તેના મિત્રો રૂમે આવતા યુવાનને લટકતો હાલતમાં જોઈ તેને તુરત જ નીચે ઉતારી બેભાન હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં બાદ તેને વધુ સારવાર માટે દોશી હોસ્‍પિટલમાં ખસેડાયો છે. બનાવની જાણ થતા ભકિતનગર પોલીસનાપી.એસ.આઈ.ગોહિલ તથા રાઈટર અમીતભાઈ એ હોસ્‍પિટલે પહોંચી યુવાને કયા કારણોસર પગલુ ભર્યુ તે અંગેનું કારણ જાણવા તપાસ હાથધરી છે.

(2:59 PM IST)