<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd June 2025

જૂનમાં લગ્નના માત્ર ૬ મુહૂર્ત, પછી પાંચ મહિના સુધી શહેનાઈ નહીં ગુંજે

લગ્નસરાની સિઝન મહિનો વહેલી પૂરી થશે ૧૧ જુલાઇએ ગુરૂના અસ્‍ત બાદ લગ્ન નહીં : ૧૬ નવેમ્‍બરથી નવી સિઝન શરૂ

નવી દિલ્‍હી, તા.૨: છેલ્લા ઘણા મહિનાથી ચાલી રહેલી લગ્નની ઝાકમઝોળ પર ૮ જૂન પછી એક લાગી જશે. જૂનમાં લગ્નના માત્ર ્રૂ મુહૂર્ત છે. ત્‍યારબાદ પાંચ મહિના સુધી લગ્નની શહેનાઇ ગુંજશે નહીં. ર્ં જુલાઈએ દેવપોઢી એકાદશી હોવા છતાં ગુરુના અસ્‍તને કારડો ચાલુ વર્ષે લગ્નસરાની સિઝન એક મહિનો વહેલી પૂરી થશે. લગ્નસરાની ચાલુ સિઝન પૂરી થયા બાદ ૧૯ નવેમ્‍બરે પહેલા મુહૂર્ત સાથે જ લગ્નસરાની નવી સિઝનનો આરંભ થશે.  હિન્‍દુ શાષાોમાં જુઠા જુઠા છ સંયોગમાં લગ્ન સહિતના શુભ કાર્યો વર્જીત માનવામાં આવે છે. હિન્‍દુ ચાનુમાંસ, ધનારક કમુરતા, હોળાષ્ટક, મિનારક કમુરતા, શુક અને ગુરુનો અસ્‍ત જેવા સંયોગમાં લગ્ન લેવાના નથી. જે અંતર્ગત ચાલુ વર્ષે લગ્નસરાની સિઝનના અંતિમ તબક્કામાં ગુરુના અસ્‍તનું ગ્રહણ નડી જરો. ૧૧ જૂનના રોજ ગુરુદેવનો અસ્‍ત થતો હોય લગ્નસરાની ચાલુ સિઝન પણ પૂરી થઈ જશે. સામાન્‍યપણે દર વર્ષે દેવપોડી એકાદસીથી લગ્નસરાની સિઝન પૂરી થાય છે. ભગવાન વિષ્‍ણુ ચાર મહિના માટે પાતાળ લોકમાં હોવાની માન્‍યતાને આધીન ચાર મહિનાના ચાનુમાંસ સાથે મુહર્ત લેવાતા નથી. દિવાળીની રંગારંગ ઉજવણી બાદ દેવઊઠી એકાદશીએ તુલશી વિવાહ સાથે ફરીવાર લગ્નકાર્યો શરૂ થાય છે, જે અંતર્ગત ચાલુ વર્ષે ૬ જુલાઈના રોજ દેવપોઢી એકાદશી હોવા છતાં ૧૧ જુલાઈએ ગુરુનો અસ્‍ત હોય ગ્રહ, નક્ષત્રને જોતાં ૮ જૂનના રોજ લગ્નનું ચાલુ સિઝનનું અંતિમ મુહૂર્ત રહેશે. મહારાજ કિરીટદત્ત શુક્‍લના જણાવ્‍યા મુજબ, જૂન માસમાં ૧,૨, ૪, ૫, ૬ અને ૮ જૂનના રોજ મુહુર્ત છે. ૧૧ જૂનથી ૮ જુલાઈ સુધી ગુરૂનો અસ્‍ત હોય કોઈ મુહર્ત રહેશે નહીં. ચાતુર્માસ પછી ૧૯ નવેમ્‍બરે પહેલું મુહર્ત રહેશે

(4:12 PM IST)