News of Monday, 2nd June 2025
રાહુલ ગાંધી સામેના માનહાનિના કેસની સુનાવણી ટળી : આગામી સુનાવણી ૧ જુલાઈએ થશે
ગૃહમંત્રી અમિત શાહ પર વાંધાજનક ટિપ્પણી કરવાનો આરોપ

નવી દિલ્હી, તા.૨: ગૃહમંત્રી અમિત શાહ પર વાંધાજનક ટિપ્પણી કરવાના કેસમાં રાહુલ ગાંધી સામે માનહાનિનો કેસ ચાલી રહ્યો છે. વકીલોના શોક પ્રસ્તાવને કારણે સાક્ષી અનિલ મિશ્રાની ઉલટતપાસ થઈ શકી નથી. કોર્ટે ઉલટતપાસ માટે આગામી તારીખ ૧ જુલાઈ નક્કી કરી છે. ભાજપના નેતા વિજય મિશ્રાએ ૨૦૧૮માં રાહુલ ગાંધી પર અમિત શાહ વિરુદ્ધ ટિપ્પણી કરવાનો આરોપ લગાવીને માનહાનિનો કેસ દાખલ કર્યો હતો.
લોકસભામાં વિપક્ષના નેતા અને રાયબરેલીના સાંસદ રાહુલ ગાંધી પર વર્ષ ૨૦૧૮માં ભાજપના તત્કાલીન રાષ્ટ્રીય અધ્યક્ષ અને વર્તમાન કેન્દ્રીય ગળહમંત્રી અમિત શાહ વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કરવાનો આરોપ છે.(૨૩.૨૭)
(4:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
