News of Monday, 2nd June 2025
મધ્યપ્રદેશના સાગરમા અજીબ કિસ્સો : 2 વર્ષનો બાળક ગરમીથી રાહત માટે રમત રમતમાં પાણી ભરવાના તાંબાના ઘડામાં ઘુસી જતા દુકાનદારે વાસણને કાપીને બાળકને બહાર કાઢ્યો
પહેલા તેણે ઘડામાં એક પગ નાખ્યો અને ત્યારબાદ બીજો પગ નાખીને તેમાં બેસી ગયો,પરંતુ જ્યારે તેના પગ સીધા ન થયા ત્યારે ગભરાઈ ગયો અને બુમો પાડવા લાગતા ઘરના સભ્યો બાળકની બુમો સાંભળીને ભેગા થઈ ગયા

નવી દિલ્હી તા.૨ : ગરમીથી રાહત મેળવવા તાંબાના ઘડાની અંદર ઘુસી ગયેલ બે વર્ષનો બાળક ફસાઈ જતા વાસણ કાપીને બહાર કઢાયો
હતો.
2 વર્ષનો બાળક ગરમીથી રાહત માટે રમત રમતમાં પાણી ભરવાના તાંબાના ઘડામાં ઘુસી ગયો હતો. પરિવારજનોએ ઘણા પ્રયત્નો કર્યા પરંતુ બાળકને ઘડામાંથી કાઢી ન શકાતા તેને વાસણની દુકાને લઈ ગયા હતા.
મધ્ય પ્રદેશના સાગરથી એક અજીબ કિસ્સો સામે આવ્યો છે. 2 વર્ષનો એક બાળક ગરમીથી રાહત માટે રમત રમતમાં પાણી ભરવાના તાંબાના ઘડામાં ઘુસી ગયો હતો. પરિવારજનોએ ઘણા પ્રયત્નો કર્યા પરંતુ બાળકને ઘડામાંથી કાઢી ન શકાતા તેને વાસણની દુકાને લઈ ગયા હતા.
વહેલી સવારે 10 વાગ્યે 2 વર્ષનો આરવ જૈન રમી રહ્યો હતો. આ સમયે તે પાણીના ઘડા સાથે રમવા લાગ્યો અને પછી ગરમીથી રાહત માટે તે તાંબાના ઘડામાં ઘુસી ગયો. પહેલા તેણે ઘડામાં એક પગ નાખ્યો અને ત્યારબાદ બીજો પગ નાખીને તેમાં બેસી ગયો. પરંતુ જ્યારે તેના પગ સીધા ન થયા ત્યારે ગભરાઈ ગયો અને બુમો પાડવા લાગ્યો.
ઘરના સભ્યો બાળકની બુમો સાંભળીને ભેગા થઈ ગયા. તેમણે ઘડામાંથી બાળકને કાઢવાના અનેક પ્રયત્નો કર્યા પરંતુ બાળક તેમાંથી નીકળી શક્યો નહિ. આખરે પરિવારજનો ઘડા સાથે બાળકને લઈને વાસણનું કામ કરતાં દુકાને લઈ ગયા. દુકાનદારે વાસણને કાપીને બાળકને બહાર કાઢ્યું ત્યારે પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો.
(4:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
