<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd June 2025

દિલ્હીના ચાંદની ચોકમાં દિવસદહાડે 35 લાખની સનસનાટીભરી લૂંટ : ટેક્સટાઈલ શોરૂમમાં ફાયરિંગથી દહેશત!

બપોરના સમયે શોરૂમના ઓફિસમાં ઘૂસીને બદમાશોએ કાચ તોડ્યા : આડેધડ ફાયરિંગ કરી લાખોની લૂંટ ચલાવી ફરાર : પોલીસ તપાસ શરૂ : CCTV ફૂટેજ ખંગાળી રહી છે

નવી દિલ્હી : રાજધાની દિલ્હીના વ્યસ્ત ચાંદની ચોક વિસ્તારમાં સોમવારે બપોરના સમયે એક ટેક્સટાઈલ શોરૂમમાં દિવસદહાડે 35 લાખ રૂપિયાની સનસનાટીભરી લૂંટની ઘટનાથી ભારે ખળભળાટ મચી ગયો છે. બદમાશોએ શોરૂમના ઓફિસમાં ઘૂસીને કાચ તોડ્યા હતા અને આડેધડ ફાયરિંગના અનેક રાઉન્ડ ચલાવીને વિસ્તારમાં દહેશત ફેલાવી હતી. ત્યારબાદ તેઓ પૈસા લૂંટીને ફરાર થઈ ગયા હતા.
આ ઘટનાથી સ્થાનિક લોકોમાં ભારે ભયનો માહોલ છે. દિલ્હી પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને મામલો નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ ખંગાળવાનું શરૂ કર્યું છે અને શંકાસ્પદ આરોપીઓની શોધખોળ તેજ કરી છે.
પોલીસે દાવો કર્યો છે કે ટૂંક સમયમાં જ આરોપીઓને પકડી પાડવામાં આવશે. આ ઘટનાએ દિલ્હીમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર ફરી એકવાર સવાલો ઉભા કર્યા છે, ખાસ કરીને દિવસના સમયે આવા ગીચ વિસ્તારમાં બનેલી ઘટનાથી સુરક્ષા વ્યવસ્થા સામે પ્રશ્નાર્થ સર્જાયો છે.

 

(6:57 PM IST)