<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd June 2025

X પ્‍લેટફોર્મે લોન્‍ચ કર્યુ XChat: મળશે વોટસએપ જેવા અનેક ફીચર્સ

Elon Muskની જાહેરાત.....નામ XChat છે. આ ફીચરની મદદથી એન્‍ડ-ટૂ-એન્‍ડ ઈનક્રિપ્‍શન, ઓટો ડિલિટેડ મેસેજ અને કોઈપણ પ્રકારની ફાઈલ્‍સ સેન્‍ડ કરવાનો ઓપ્‍શન મળશે

ન્‍યુયોર્ક,તા.૦૩: Elon Muskના X પ્‍લેટફોર્મે એક નવું મેસેજિંગ ફીચર લોન્‍ચ કરી દીધું છે, જેનું નામ XChat છે. આ ફીચરની મદદથી એન્‍ડ-ટૂ-એન્‍ડ ઈનક્રિપ્‍શન, ઓટો ડિલિટેડ મેસેજ અને કોઈપણ પ્રકારની ફાઈલ્‍સ સેન્‍ડ કરવાનો ઓપ્‍શન મળશે. આ ફીચર હવે બીટા વર્ઝનમાં છે.

Elon Muskએ રવિવારે પોસ્‍ટ કરીને આ ફીચરની માહિતી આપી છે. પોસ્‍ટમાં લખ્‍યું, નવા XChatને રોલઆઉટ કરવામાં આવી રહ્યું છે, જે ઇનક્રિપ્‍શન, Vanishing messages અને ફાઈલ સેન્‍ડ કરવાનો ઓપ્‍શન આપે છે.

મસ્‍કએ દાવો કર્યો છે કે XChat બિટકોઈન-શૈલીના એન્‍ક્રિપ્‍શનનો ઉપયોગ કરે છે અને તે સંપૂર્ણપણે નવા આર્કિટેક્‍ચર પર બનાવવામાં આવ્‍યું છે. મસ્‍કે બીજી પોસ્‍ટમાં કહ્યું છે કે XChat ની મદદથી, વપરાશકર્તાઓ ઓડિયો અને વિડિયો કોલ પણ કરી શકશે. આ માટે મોબાઇલ નંબરને લિંક કરવાની જરૂર નથી.

ટેકક્રંચના અહેવાલો અનુસાર, XChat હાલમાં પરીક્ષણ તબક્કામાં છે અને તેનું કેટલાક લોકો પર પરીક્ષણ પણ કરવામાં આવી રહ્યું છે. જોકે, અત્‍યાર સુધી કંપનીએ માહિતી આપી નથી કે તે સામાન્‍ય લોકો માટે કયારે રિલીઝ થશે. X પ્‍લેટફોર્મે વર્ષ ૨૦૨૩ માં એન્‍ક્રિપ્‍ટેડ મેસેજિંગ સેવા શરૂ કરી હતી અને તે સમય દરમિયાન આ સેવા મર્યાદિત લોકો માટે શરૂ કરવામાં આવી હતી.

XChat માં ઇન્‍સ્‍ટન્‍ટ મેસેજિંગ એપ WhatsApp ની અંદર ઉપલબ્‍ધ તમામ સુવિધાઓ છે. જોકે, WhatsApp ને મોબાઇલ નંબરથી લોગિન કરવું પડશે. જ્‍યારે XChat માં મોબાઇલ નંબરને કનેક્‍ટ કરવાની જરૂર રહેશે નહીં.

એન્‍ડ-ટુ-એન્‍ડ એન્‍ક્રિપ્‍શન એક સુરક્ષા સિસ્‍ટમ છે અને તેનો હેતુ મોકલનાર અને પ્રાપ્તકર્તા વચ્‍ચે ડેટા સુરક્ષિત રીતે મોકલવાનો છે. આ દરમિયાન કોઈ તેને ડીકોડ કરી શકતું નથી.

ઉદાહરણ તરીકે, જ્‍યારે તમે કોઈને સંદેશ મોકલો છો, ત્‍યારે તે સંદેશ તમારા ઉપકરણ પર એન્‍ક્રિપ્‍ટ થઈ જાય છે. આ પછી, તેને ઇન્‍ટરનેટની મદદથી આગળ ટ્રાન્‍સફર કરવામાં આવે છે. આવી સ્‍થિતિમાં, સંદેશ રીસીવર સુધી પહોંચતાની સાથે જ ડિક્રિપ્‍ટ થઈ જાય છે. આ સુવિધા WhatsApp, Signal અને Telegram જેવી મેસેજિંગ એપ્‍સમાં ઉપલબ્‍ધ છે.

XChat હાલમાં બીટામાં છે અને હાલમાં તે ફક્‍ત પસંદગીના વપરાશકર્તાઓ અને વિકાસકર્તાઓ માટે જ ઉપલબ્‍ધ છે. ઉપરાંત, XChat ફક્‍ત X ના પેઇડ સબ્‍સ્‍ક્રાઇબર્સ માટે જ ઉપલબ્‍ધ છે. એ જોવાનું બાકી છે કે X તેને મર્યાદિત સુવિધાઓ સાથે મફત વપરાશકર્તાઓ માટે ખોલે છે કે કેમ જેથી તેનો વપરાશકર્તા આધાર વધે. શું ભવિષ્‍યમાં મેટા અને વોટ્‍સએપની જેમ આ મેસેજિંગ એપ્‍લિકેશનમાં Grok AI પણ ઉમેરવામાં આવશે? મસ્‍કની પોસ્‍ટના આધારે, એવું લાગે છે કે XChat Android, iOS અને વેબ પ્‍લેટફોર્મ પર ઉપલબ્‍ધ થશે.

(9:37 AM IST)