<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd June 2025

લોકપ્રિય શિક્ષક ખાન સરની પત્‍નીની તસવીર સામે આવી

પટનામાં યોજાયું ભવ્‍ય રિસેપ્‍શન

પટણા,તા.૦૩: દેશના સૌથી ચર્ચિત અને લોકપ્રિય શિક્ષક એવા ખાન સરનું  રિસેપ્‍શન પટનામાં એક ભવ્‍ય બેન્‍ક્‍વેટ હોલમાં આયોજિત થયું. પહેલી વાર તેમની પત્‍ની એ.એસ. ખાન જાહેરમાં સૌની સામે આવી હતી.

 રિસેપ્‍શન સમારંભ પટનાના એક ભવ્‍ય બેન્‍ક્‍વેટ હોલમાં યોજાયો હતો. આ ખાસ અવસર પર આખો હોલ શાનદાર ફૂલો અને પરંપરાગત સજાવટથી સજાવ્‍યો હતો. એકબીજાનો હાથ પકડેલા ખાન સર અને તેમની પત્‍નીની એન્‍ટ્રી થઈ. આજુબાજુમાંથી ફૂલોનો વરસાદ થઈ રહ્યો હતો.

આ તસવીરમાં પહેલી વાર ખાન સરની પત્‍નીને જોઈ શકાય છે. તેમણે લાલ રંગનો ભારે લહેંગો પહેર્યો હતો અને ચહેરા પર પરંપરાગત લાલ ઘૂંઘટ ઓઢી રાખ્‍યો હતો. તેમનો આ પરંપરાગત અંદાજ લોકોને ખૂબ જ આકર્ષિત કરી રહ્યો છે. તસવીરમાં તે શાલીનતા અને ગરિમા સાથે દેખાઈ રહ્યા છે.

બાજુમાં ફોર્મલ સૂટ પહેરેલા ખુદ ખાન સર હસતા દેખાઈ રહ્યા છે. તેમણે ગુલાબી શર્ટ અને લાલ ટાઈ સાથે બ્‍લેક સૂટ પહેર્યો છે, જે તેમની પર્સનાલિટીને વધારે પ્રભાવશાળી બનાવી રહ્યો છે.

સૂત્રો પાસેથી મળતી જાણકારી અનુસાર, ખાન સરની પત્‍ની એ.એસ. ખાન બિહારના સીવાન જિલ્લાની રહેવાસી છે. તે એક શિક્ષિત મહિલા છે. તેમણે સ્‍કૂલનો અભ્‍યાસ ICSE બોર્ડમાંથી કર્યો છે. આગળ ઉચ્‍ચ અભ્‍યાસની તૈયારી કરી રહ્યા છે. તેમનું વ્‍યક્‍તિત્‍વ શાંત, મેચ્‍યોર અને વિનમ્ર હોવાનું કહેવાય છે.

આ ખાસ રિસેપ્‍શનમાં રાજનીતિ, ફિલ્‍મ, શિક્ષણ અને પ્રશાસન જગતની કેટલીય જાણીતી હસ્‍તીઓ જોડાઈ હતી. રિસેપ્‍શનમાં મોબાઈલ ફોન લઈ જવાની મનાઈ હતી. અંદર કોઈને તસવીર કે વીડિયો બનાવવાની પણ પરવાનગી નહોતી.(૪૦.૬)

(9:40 AM IST)