News of Tuesday, 3rd June 2025
સ્કોડા-ફોક્સવેગન અને મર્સિડીઝ ભારતમાં ઇલેક્ટ્રિક કાર બનાવશે
નાનો કહેરઃ દેશમાં ફરી એકવાર કોરોનાવાયરસનો કહેર વધવા લાગ્યો છેઃ સ્કોડા-ફોક્સવેગન અને મર્સિડીઝ જેવા અગ્રણી કાર ઉત્પાદકોએ ભારતમાં ઇલેક્ટ્રિક કારનું ઉત્પાદન શરૂ કરવાની જાહેરાત કરી

નવી દિલ્હીઃ તા.૩ સ્કોડા-ફોક્સવેગન અને મર્સિડીઝ જેવા અગ્રણી કાર ઉત્પાદકોએ ભારતમાં ઇલેક્ટ્રિક કારનું ઉત્પાદન શરૂ કરવાની યોજના બનાવી છે. તેમની મેક-ઇન-ઇન્ડિયા યોજના હેઠળ, આ ત્રણેય કંપનીઓ મોટું રોકાણ કરવાની તૈયારી કરી રહી છે. ભારતમાં ઇલેક્ટ્રિક પેસેન્જર કારના ઉત્પાદનને પ્રોત્સાહન આપવાની યોજનાના ભાગ રૂપે, ભારે ઉદ્યોગ મંત્રાલય આ કંપનીઓને છૂટ આપશે.
આ સમાચાર એવા સમયે આવ્યા છે જયારે સરકાર ઇલેક્ટ્રિક વાહનો (EV) પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરીને પેસેન્જર કારના સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવા પર ભાર મૂકી રહી છે. આ માટે, સરકારે ગયા સોમવારે નવી માર્ગદર્શિકા જારી કરી છે.
જયાં એક તરફ સ્કોડા-ફોક્સવેગન અને મર્સિડીઝ જેવા ખેલાડીઓ ભારતમાં ઇલેક્ટ્રિક કારનું ઉત્પાદન કરવાની યોજના બનાવી રહ્યા છે. તે જ સમયે, એલોન મસ્કની અમેરિકન ઇલેક્ટ્રિક કાર કંપની ટેસ્લાના ઉત્પાદન પ્લાન્ટ વિશે મોટા સમાચાર આવ્યા છે. ગઈકાલે, કેન્દ્રીય ભારે ઉદ્યોગ મંત્રી એચડી કુમારસ્વામીએ ટેસ્લાના ભારતમાં પ્રવેશ અંગેના પ્રશ્નના જવાબમાં કહ્યું હતું કે, ‘‘ટેસ્લા...તેઓ ફક્ત શોરૂમ શરૂ કરવા જઈ રહ્યા છે. તેમને ભારતમાં કારનું ઉત્પાદન કરવામાં રસ નથી.ઙ્ઘ જોકે, ભારે ઉદ્યોગ સચિવ કામરાન રિઝવીએ કહ્યું હતું કે, ઙ્કઅમે એપ્લિકેશન ખોલીએ ત્યારે અમને વાસ્તવિક હેતુ ખબર પડશે.''
(11:37 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
