અદ્ભુત શરીર રૂપી રચના: ભગવાનની કૃપાનો અનુભવ
સોશિયલ ડિજિટલ મીડિયા ઉપર એક હૃદયસ્પર્શી અને ચિંતનશીલ સંદેશ વાયરલ થઈ રહ્યો છે, આ સંદેશમાં માનવ શરીરની અદ્ભુત રચના અને ભગવાનની અપાર કૃપાને ખૂબ જ સુંદર અને આધ્યાત્મિક રીતે રજૂ કરવામાં આવી છે. આ રચના ન માત્ર શરીરની જટિલતાને ઉજાગર કરે છે, પરંતુ તેની પાછળની દિવ્ય શક્તિ પ્રત્યે કૃતજ્ઞતા પણ વ્યક્ત કરે છે.

*શરીર: ભગવાનનું અદ્ભુત યંત્ર*
આ સંદેશમાં શરીરની રચનાને એક ચમત્કાર તરીકે દર્શાવવામાં આવ્યું છે. સોશિયલ ડિજિટલ મીડિયા ઉપર અજ્ઞાત લેખક લખે છે, “માથાના વાળથી લઈને પગના અંગૂઠા સુધી, ભગવાન ચોવીસે કલાક રક્તપ્રવાહ ચાલુ રાખે છે. જીભ પર નિયમિત લાળનો અભિષેક થાય છે અને હૃદય અવિરત ધબકે છે. આ હૃદયને ચલાવવા માટે ભગવાને કયું અદ્ભુત યંત્ર ફીટ કર્યું છે?”
*શરીરની અજાણી અદભૂત શક્તિઓ*
આ અગ્નાત લેખક આગળ શરીરની જટિલ અને અદ્ભુત પ્રણાલીઓનું વર્ણન કરે છે. “પગના નખથી લઈ માથાના વાળ સુધી, કોઈ અડચણ વગર સંદેશા વહન કરતી નર્વ સિસ્ટમ કઈ અદૃશ્ય શક્તિથી ચાલે છે, તે સમજાતું નથી. હાડકાં અને માંસમાં બનતું રક્ત એક અદ્વિતીય આર્કિટેક્ચર છે, જેનો કોઈ અંદાજ નથી.”
*આંખો, જીભ અને ત્વચા: દિવ્ય રચનાઓ*
આ રચનામાં આંખોને “હજારો મેગાપિક્સેલના બે કેમેરા” તરીકે દર્શાવવામાં આવી છે, જે દિવસ-રાત દરેક દૃશ્યને કેદ કરે છે. જીભને “દસ હજાર સ્વાદ ચકાસતું ટેસ્ટર” ગણાવી છે, જ્યારે ત્વચાને “અગણિત સંવેદનાઓનો અનુભવ કરતી સેન્સર પ્રણાલી” તરીકે ઓળખાવી છે. આ ઉપરાંત, “જુદી જુદી ફ્રીક્વન્સીનો અવાજ ઉત્પન્ન કરતી સ્વર પ્રણાલી અને તેનું કોડિંગ-ડિકોડિંગ કરતા કાન”ની અદ્ભુત ક્ષમતાની પણ પ્રશંસા કરવામાં આવી છે.
*શરીરરૂપી ટેન્કરનો ચમત્કાર*
આ અગ્નાત લેખક આગળ લખે છે, “પંચોતેર ટકા પાણીથી ભરેલું આ શરીર રૂપી ટેન્કર, જેમાં ચામડી પર લાખો છિદ્રો હોવા છતાં ક્યાંયથી લીક થતું નથી. કોઈ આધાર વગર હું ઊભો રહી શકું છું. ગાડીનાં ટાયર ઘસાય છે, પણ પગનાં તળિયાં ક્યારેય ઘસાતાં નથી.”
*કૃતજ્ઞતા અને ભગવાન પ્રત્યેની શ્રદ્ધા*
આ સંદેશ ફક્ત શરીરની રચનાનું વર્ણન જ નથી કરતો, પરંતુ તેની પાછળની દિવ્ય શક્તિ પ્રત્યેની કૃતજ્ઞતા અને શ્રદ્ધા પણ વ્યક્ત કરે છે. લેખક લખે છે, “દેખભાળ, સ્મૃતિ, શક્તિ, શાંતિ – આ બધું ભગવાન તું જ આપે છે. આ શરીર રૂપી મશીનમાં હંમેશા તું જ છે. આત્મા એવો ફીટ કર્યો છે કે હવે શું માંગું? બસ, એક જ માંગણી છે – તારા નિઃસ્વાર્થ પ્રેમનો ભાગ રહું એવી સદ્બુદ્ધિ આપો.”
*ભગવાનનો અનુભવ અને આભાર*
સોશિયલ મીડિયા ઉપર પ્રસારિત આ રચનાના અજ્ઞાત લેખક પોતાની રચનાને આગળ વધારતાં લખે છે, “તું જ આ બધું સંભાળે છે, તેનો અનુભવ મને હંમેશા આપો. રોજ પળે પળે કૃતજ્ઞતાથી તારો ઋણી હોવાનું સ્મરણ આપો. આ જીવ તે આપ્યો છે, તેની સંભાળ હું કરીશ, પણ સારવાર તું કરજે, એવું મન મને આપો.”
અંતમાં, લેખક ભગવાનનો આભાર વ્યક્ત કરે છે, “કાલ રાત સુધીની સરસ જિંદગી, આજની સરસ સવાર અને સરસ દિવસ માટે હું તારો આભાર વ્યક્ત કરું છું. આભાર, પરમ કૃપાળુ પરમાત્મા!”
*સોશિયલ મીડિયામાં વાયરલ*
રચના સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહી છે. લોકો આ રચનાને શેર કરીને શરીરની અદ્ભુત રચના અને ભગવાનની કૃપા પ્રત્યે પોતાની શ્રદ્ધા અને કૃતજ્ઞતા વ્યક્ત કરી રહ્યા છે. આ સંદેશ દરેક વ્યક્તિને પોતાના અસ્તિત્વની કિંમત સમજાવે છે અને ભગવાનની દિવ્ય શક્તિનો અનુભવ કરાવે છે.
*સોશિયલ મીડિયામાં પ્રસારિત થઈ રહેલ ઓરીજનલ રચના:*
*મને અદભુત શરીર આપનાર હે પરમેશ્વર !!*
કોઈ અરજી નહોતી કરી કે નહોતી કોઈની ભલામણ હતી, છતા માથાનાં *વાળથી લઈ અંગૂઠા* સુઘી ૨૪ ક્લાક ભગવાન તું રકત પ્રવાહિત કરે છે.
*જીભ પર* નિયમિત લાળ અભિષેક કરે છે. નિરંતર તું મારું *હૃદય* ચલાવે છે. એને ચલાવવાવાળું એવું કયું *યંત્ર તે ફીટ કર્યુ છે* હે ભગવાન ?.
*પગના નખથી લઈ માથાના વાળ સુઘી કોઈ અડચણ વગર સંદેશા વહન કરવાવાળી પ્રણાલી...* કઈ અદ્રશ્ય શકિતથી ચાલી રહી છે એજ કાઈ સમજાતું નથી.
હાડકા ને માંસમાં બનવાવાળું *રક્ત* કેવુ અદ્વિતીય આર્કિટેકચર છે એનો કોઈ અંદાજ નથી.
*હજાર-હજાર મેગા પિક્સલ વાળા બે- બે કેમેરા* દિવસ - રાત બધા દ્રશ્યો કેદ કરી રહ્યાં છે.
દસ હજાર ટેસ્ટ કરવાવાળી *જીભ* નામની ટેસ્ટર,
અગણિત સંવેદનાનો અનુભવ કરવાવાળી *ત્વચા* નામની *સેન્સર પ્રણાલી*..
જુદી જુદી ફ્રીકવંસીની *અવાજ ઉત્પન્ન કરવાવાળી સ્વર પ્રણાલી* અને એ ફ્રીકવંસીનું *કોડિંગ-ડિકોડિંગ* કરવાવાળા *કાન* નામના યંત્ર; વાહ, અદભુત છે..
*૭૫% પાણી ભરેલું શરીર* રૂપી ટેન્કરમાં ચામડી ઉપર લાખો છિદ્ર હોવા છતાં ક્યાંયથી લીક નથી થતું*
*કોઈ આધાર વગર* હું ઊભો રહી શકું છું.. ગાડીનાં *ટાયર* ઘસાય છે, પણ પગનાં *તળિયા* ક્યારેય ઘસાતા નથી.
*કેવી અદ્દભૂત* એવી રચના છે. *દેખભાળ, સ્મૃતિ, શકિત, શાંતિ આ બધું ભગવાન તું આપે છે* તું જ અંદર બેસીને *શરીર* ચલાવે છે. *અદ્દભુત** છે બધું, *અવિશ્વસનીય.* *સમજ* માં ના આવે તેવાં *શરીર રુપી* મશીનમાં હંમેશા તું જ છે.
એનો અનુભવ કરાવવાવાળો *આત્મા ભગવાન તે એવો *ફીટ* કરી દીધો છે કે હવે શું તારી પાસે માંગુ? બસ એકજ માંગુ છું, તારા આ *ખેલનો નિસ્વાર્થ* પ્રેમનો ભાગ રહું એવી *સદ્દબુદ્ધી* મને આપો. તું જ આ બઘું સંભાળે છે એનો *અનુભવ* મને હંમેશા આપો, રોજ પળપળ *કૃતજ્ઞતાથી* તારો ઋણી હોવાનું સ્મરણ મને આપો
હે પ્રભુ આ જીવ તે આપ્યો છે, એની સંભાળ હું કરીશ પણ સારવાર તું કરજે, *એવું મન મને આપો*
કાલ રાત સુધીની *સરસ જિંદગી માટે અને આજની સરસ સવાર* અને *સરસ દિવસ* માટે હું તારો આભાર વ્યકત કરું છું... *આભાર પરમ કૃપાળુ પરમાત્મા…!!*
.(સૌજન્ય: અકિલાના શ્રોતા શ્રી કમલેશ ગણાત્રા, રાજકોટ)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
