<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd June 2025

આઈપીએલથી જીયો સિનેમાની કમાણી ૪,૫૦૦ કરોડ

૨૮ કરોડ સબ્‍સ્‍ક્રીપ્‍શન સાથે જીયો સિનેમા બન્‍યું દેશનું ડિજિટલ મનોરંજનનું સુપર પાવરઃ નેટફિલકસથી માત્ર બે કરોડ પાછળ

નવી દિલ્‍હીઃ આઈપીએલ ઇન્‍ડિયન માત્ર ક્રિકેટનો જ નહીં, પણ અબજો રૂપિયાની કમાણીનો પણ મંચ છે! આ ટુર્નામેન્‍ટ ટીમોની ફ્રેન્‍ચાઈઝીથી લઈને ગ્‍ઘ્‍ઘ્‍ત્‍ સુધી, દર વર્ષે કરોડો રૂપિયાનો ફાયદો કરાવે છે. પરંતુ આ વખતે, ડિજિટલ સ્‍ટ્રીમિંગ પ્‍લેટફોર્મ જીયો સિનેમા એ કમાણીના તમામ રેકોર્ડ તોડી નાખ્‍યા છે, જેના આંકડા જોઈને તમારા હોશ ઉડી જશે!

આ સીઝન દર્શકોની દ્રષ્ટિએ અત્‍યંત સફળ રહ્યો છે, અને તેનો સૌથી મોટો ફાયદો જીયોને થયો છે. આજે, ૩ જૂને, રોયલ ચેલેન્‍જર્સ બેંગલુરુ (RCB) અને પંજાબ કિંગ્‍સ (PBKS) વચ્‍ચેની ફાઇનલ મેચ સાથે આ સીઝનનો અંત થશે, અને આ સાથે જ જીયોની તિજોરી કેટલી ભરાઈ છે, તેના આંકડા પણ સામે આવી રહ્યા છે.

આંકડાઓ પર નજર કરીએ તો, જીયો સિનેમાના સબ્‍સ્‍ક્રિપ્‍શન આ મહિને વધીને ૨૮ કરોડ પર પહોંચી ગયા છે, જે એપ્રિલમાં ૨૦ કરોડની આસપાસ હતા. તેની સરખામણીમાં, નેટફિ્‌લક્‍સ પાસે વિશ્વભરમાં લગભગ ૩૦ કરોડ સબ્‍સ્‍ક્રિપ્‍શન્‍સ છે. આ જોતાં, જીયો યુઝર્સની સંખ્‍યાના આધારે નેટફિ્‌લક્‍સથી માત્ર ૨ કરોડ જ પાછળ રહી ગયું છે, જે ખરેખર અદ્ભુત સિદ્ધિ છે! આંકડા દર્શાવે છે કે, આ સીઝન જીયો સિનેમા માટે માત્ર ગ્રાહક સંખ્‍યા જ નહીં, પરંતુ રેવન્‍યુ જનરેશનમાં પણ અસાધારણ રહ્યો છે. એક રિપોર્ટ અનુસાર, આ ઇવેન્‍ટથી જીયો સિનેમા ને રૂ.૪,૫૦૦ કરોડનું જંગી રેવન્‍યુ મળવાની અપેક્ષા છે! માહિતી મુજબ, ગયા સીઝનમાં આ રેવન્‍યુ આશરે રૂ.૪,૦૦૦ કરોડ હતું.

(3:17 PM IST)