News of Tuesday, 3rd June 2025
ચાંદીએ પુનઃ ૧,૦૦,૦૦૦ સપાટી વટાવી
આજે ૨પ૦૦ રૂા.નો વધારોઃ સોનામાં પ૦૦ રૂા.ના ઉછળા સાથે ૧,૦૦,૦૦૦ રૂા.ની સપાટીએ પહોંચ્યા બાદ ફરી ભાવ ઘટયા : બે દિવસમાં સોનામાં ૧૮૦૦ અને ચાંદીમાં ૪૫૦૦ રૂા. નો તોતીંગ ઉછાળો

રાજકોટ, તા., ૩: સોના-ચાંદીમાં પુનઃ તેજીને પગલે બંને કિંમતી ધાતુઓના ભાવ ફરી એક લાખની સપાટી વટાવી હતી. જો કે સોનાના ભાવ ફરી ઘટી જતા ૧ લાખની સપાટી ગુમાવી દીધી હતી.
બુલીયન માર્કેટમાંસેન્ટમાં તેજીને પગલે આજે ચાંદીમાં રપ૦૦ રૂા.નો ભાવવધારો થયો હતો. ગઇકાલે રાત્રે ચાંદી ચોરસા (૧ કિલો)નો ભાવ ૯૯,પ૦૦ રૂા. હતા તે વધીને આજે બપોરે ૧,૦ર,૦૦૦ રૂા.ની સપાટીએ ભાવ પહોંચ્યા હતા. આ પહેલા પણ ચાંદીના ભાવે બે વખત ૧ લાખની સપાટી વટાવી હતી.
જો કે બાદમાં ફરી ભાવો ઘટી ગયા હતા. ચાંદીનો ૧,૦૩,૦૦૦નો ભાવ હાઇએસ્ટ છે. છેલ્લા બે દિવસમાં ચાંદીમાં ૪પ૦૦ રૂા.નો તોતીંગ ભાવ વધારો થયો છે. બે દિ' પુર્વ ચાંદીના ભાવ ૯૭,૫૦૦ રૂા. હતા. તે વધીને આજે ૧,૦ર,૦૦૦ રૂા. થયા છે.
ચાંદીની સાથે સોનામાં આજે સવારે પ૦૦ રૂપીયાનો ઉછાળો થતા સોનુ સ્ટાન્ડર્ડ (૧૦ ગ્રામ)નો ભાવ ૯૯,પ૦૦ રૂા. હતા તે વધીને ૧,૦૦,૦૦૦ રૂા. થઇ ગયા હતા. બપોરે ફરી ભાવ ઘટતા સોનાના ભાવ ૯૯,૯૦૦ રૂા. થયા છે. છેલ્લા બે દિવસમાં સોનામાં ૧૮૦૦ રૂા.નો ભાવવધારો થયો છે. ગઇકાલે સોનામાં ૧૩૦૦ રૂા. વધ્યા બાદ આજે વધુ પ૦૦ રૂા.નો ભાવવધારો થયો હતો.
(3:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
