News of Wednesday, 4th June 2025
કહોલી અને RCBના ફેન્સમાં ભારે ઉત્સાહ : સ્ટેડિયમ બહાર ફેન્સ નાચ્યા :મેટ્રોથી મોટેરા સુધી જબરો ક્રિકેટ ફિવર છવાયો
અમદાવાદ, વડોદરા, રાજકોટ , ગોંડલ સહિતના અનેક શહેરોમાં આતશબાજી સાથે જીતની ઉજવણી

IPL-2025ની ફાઈનલની હાઈવોલ્ટેજ મેચ પંજાબ અને RCB વચ્ચે નમો સ્ટેડિયમમાં રમાઈ હતી. જેમાં RCBની ભવ્ય જીત થતાં વિરાટ કહોલી અને RCBના ફેન્સમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. RCBના ચાહકો સ્ટેડિયમ બહાર નાચતા જોવા મળ્યા હતા મેટ્રોથી મોટેરા સુધી જબરો ક્રિકેટ ફિવર છવાયો હતો અમદાવાદ, વડોદરા, રાજકોટ , ગોંડલ સહિતના અનેક શહેરોમાં આતશબાજી સાથે જીતની ઉજવણી કરાઈ હતી
મેચ શરૂ થાય તે પહેલા મોટેરા તરફ આવતા રસ્તાઓ પર RCB અને પંજાબના ફેન્સનું ઘોડાપૂર જોવા મળ્યું હતું. મોટી સંખ્યામાં ફેન્સ અન્ય રાજ્યમાંથી પણ અમાદાવાદ એરપોર્ટ પર પહોંચતા બપોરના સમયે ટ્રાફિક જોવા મળ્યો હતો. મેચ શરૂ થયા બાદ પણ સ્ટેડિયમ બહાર લોકોની ભીડ ઓછી ન થતા પોલીસે લોકોને દૂર કર્યા હતા.
અમદાવાદ આવવા આજે જ ફ્લાઈટ બુક કરાવી તેઓએ બેથી ત્રણ ગણા ભાડા ચૂકવવા પડ્યા હતા. બેંગાલુરુંથી મોટી સંખ્યામાં RCBના ફેન્સ અમદાવાદ પહોંચ્યા હતા
ફાઈલન મેચ અમદાવાદમાં હોય આજે મેટ્રોથી મોટેરા સુધી ક્રિકેટ ફિવર જોવા મળ્યો હતો. મોટેરા પહોંચવા માટે મેટ્રોમાં ભારે ભીડ જોવા મળી હતી.
ચાર વાગ્યે પ્રવેશ આપવાનો શરૂ કરાયો હતો. તે પહેલા જ અહીં સેંકડોની સંખ્યામાં પ્રેક્ષકો આવી પહોંચ્યા હતા. મેચ શરૂ થઈ ગયો ત્યાં સુધી ગેટ પર એટલા લોકો ભેગા થયા કે પગ મૂકવાની જગ્યા ન હતી
પંજાબ અને RCB બંને પ્રથમવાર ટાઈટલ મેળવવા માટે આજે મેદાનમાં ઉતર્યા હતા. ત્યારે બંને ટીમોના ફેન્સમાં પણ ભારે ઉત્સુકતા જોવા મળી રહી હતી. પંજાબના ફેન્સની સરખામણીએ RCBના ફેન્સની સંખ્યા વધુ જોવા મળી હતી.
(12:22 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
