<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th June 2025

લગ્નની જબરી ઉતાવળ આ દુલ્‍હાને! દુલ્‍હનને હાર પહેરાવવા સોફા પરથી માર્યો કુદકો પછી

લગ્નનો એક અનોખો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

નવી દિલ્‍હી તા.૪: ᅠઆજકાલ લગ્નની વિધિઓ કરતા લોકોને લગ્નના વીડિયો બનાવવામાં વધુ રસ હોય છે. લગ્નના ઘણાં વીડિયો લોકો માત્ર એટલા માટે બનાવતા હોય છે કે, તે રીલના રૂપે વાયરલ થઈ જાય. કેટલાક લોકો તો એવી તકની રાહ જ જોતા હોય છે કે લગ્નમાં કંઈક મજેદાર બનાવ બને અને તેનો વીડિયો બનાવીને શૅર કરી શકાય. જેથી વીડિયો વાયરલ થઈ શકે. છેલ્લા ઘણાં સમયથી લગ્નના વીડિયો લોકો ખૂબ પસંદ કરી રહ્યાં છે અને આ ચક્કરમાં લગ્નના ફેક વીડિયો પણ બનવા લાગ્‍યા છે. તાજેતરમાં સોશ્‍યલ મીડિયા પર લગ્નનો એક વીડિયો ખુબ વાયરલ થયો છે. જેમાં જયમાલા પહેરાવતી વખતે એક અનોખી ઘટના ઘટે છે.

આજકાલ એક વીડિયો હેડલાઇન્‍સમાં છવાઈ રહ્યો છે, જેમાં વરરાજા તેની દુલ્‍હનને માળા પહેરાવવા માટે સોફા પરથી કૂદી પડે છે. આ અનોખા અને રમુજી દ્રશ્‍યને જોઈને લોકો હસવાનું રોકી શકતા નથી. આ વીડિયો જોઈને તમે પણ ચોક્કસ પેટ પકડીને હસશો.

આ વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે વરરાજા અને કન્‍યા વરમાળાની વિધિ માટે સ્‍ટેજ પર ઉભા છે. આ વીડિયોમાં લગ્નમાં જયમાળાની વિધિ શરૂ હોય છે. દુલ્‍હન પોતાના વરરાજાના ગળામાં વરમાળા પહેરાવી ચૂકી હોય છે, ત્‍યાર બાદ વરને કન્‍યાના ગળામાં વરમાળા પહેરાવવાની હોય છે. ત્‍યારે જ કન્‍યાના સંબંધીઓને મશ્‍કરી કરી. તે વર માટે આ કામ મુશ્‍કેલ બનાવવાનું વિચારે છે અને તેના માટે તે દુલ્‍હનને ઉપર ઉપાડી લે છે.

પણ વરરાજો તેનાથી પરેશાન થતો નથી અને તે પોતાની માટે તૈયાર કરેલ સોફા પર ચડી જાય છે. પણ અહીં પણ દુલ્‍હનના સગાવહાલા હાર માનતા નથી. તેઓ થોડું પાછળ હટી જાય છે જેથી વર સરળતાથી કન્‍યાના ગળામાં વરમાળા પહેરાવી શકે નહીં. પણ અહીં કંઈક અલગ જ દ્રશ્‍ય જોવા મળે છે. વરરાજો કંઈક એવું કરે છે જેની કોઈને અપેક્ષા નહોતી. તે સોફા પરથી જ કૂદી જાય છે અને દુલ્‍હનના ગળામાં વરમાળા પહેરાવી દે છે.

આ સમગ્ર ઘટનામાં થાય છે એવું કે દુલ્‍હન અને તેને પકડેલા બે સગાવહાલા જમીન પર પડી જાય છે, જ્‍યારે વરરાજો સ્‍ટેજ પર પાછો આવીને ઊભો થઈ જાય છે.

વરરાજાના આ કળત્‍યથી દુલ્‍હન ચોંકી જાય છે, ત્‍યારે ત્‍યાં હાજર બારાતીઓ અને સંબંધીઓ જોરથી હસવા લાગે છે. વીડિયોમાં લોકોના હાસ્‍ય અને તાળીઓના અવાજ પણ સ્‍પષ્ટપણે સંભળાય છે. આ વીડિયો સોશિયલ મીડિયા પ્‍લેટફોર્મ પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને અત્‍યાર સુધીમાં ઇન્‍સ્‍ટાગ્રામ, ફેસબુક અને યુટયુબ શોર્ટ્‍સ પર લાખો વખત જોવામાં આવ્‍યો છે. યુઝર્સ તેના પર ઉગ્ર પ્રતિક્રિયા આપી રહ્યા છે.

(10:10 AM IST)