News of Wednesday, 4th June 2025
કર્ણાટક : કેનેરા બેંકમાંથી ૫૨ કરોડનાં સોનાની ચોરી
ભારતના ઇતિહાસની સૌથી મોટી ચોરી :ચોરો નકલી ચાવી લઈને બેંકમાં ઘૂસ્યા, CCTV બંધ કરી દીધા, પુરાવા ભૂંસી નાખ્યા કાળી ઢીંગલી છોડીને ફરાર થઈ ગયા

બેંગ્લોર તા.૪: ૨૬મેની સવારે કેનેરા બેંકની મંગુલી શાખાના કર્મચારીઓ રાબેતા મુજબ કામ પર પહોંચ્યા હતા, પરંતુ જ્યારે તેઓ બેંકમાં પ્રવેશ્યા ત્યારે બધા ચોંકી ગયા હતા. બેંકનું લોકર ખુલ્લું હતું અને તેમાં રાખેલ કિંમતી સોનું ગાયબ થઈ હતું. થોડીવારમાં જ આ સમાચાર આખા શહેરમાં ફેલાઈ ગયા અને પોલીસને જાણ કરવામાં આવી હતી. કોઈને વિશ્વાસ ન થયો કે, સરકારી બેંકમાં આટલી મોટી ચોરી થઈ શકે છે અને તે પણ કોઈને કોઈ ખબર પડ્યા વિના.
બેંકના લોકરમાંથી લગભગ ૫૧ કિલો સોનાના દાગીના ચોરાઈ ગયા હતા. આ દાગીનાની કિંમત આશરે ૫૨ કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે. આ ઘરેણાં બેંકમાં ગીરવે મૂકવામાં આવ્યા હતા, એટલે કે, તે સામાન્ય લોકોના હતા જેમણે લોન માટે બેંકમાં પોતાનું સોનું જમા કરાવ્યું હતું. ચોરોએ ફક્ત લોકર ખોલ્યું, બાકીના બેંકને કોઈ નુકસાન પહોંચાડ્યું નહીં. આ બતાવે છે કે, ચોરી ખૂબ જ સુનિયોજિત અને કેન્દ્રિત હતી.
ચોરોએ રજાઓનો લાભ લીધો
ચોરી ૨૩ મેની સાંજથી ૨૫ મેની સવારની વચ્ચે થઈ હતી. આ સમય દરમિયાન બેંક બંધ હતી, કારણ કે તે સપ્તાહના અંતે અને રજાઓનો સમય હતો, જેમાં બીજો શનિવાર, રવિવાર અને પછી સોમવાર. પોલીસ માને છે કે, ચોરોએ પહેલાથી જ યોજના બનાવી હતી અને આ તકની રાહ જોઈ રહ્યા હતા.
હજુ સુધી કોઈ ધરપકડ નહીં
પોલીસ અધિક્ષક લક્ષ્મણ નિમ્બારાગીએ જણાવ્યું હતું કે, અત્યાર સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી, પરંતુ તપાસ ઝડપી ગતિએ ચાલી રહી છે. ચોરોને પકડવા માટે ૮ પોલીસ ટીમો બનાવવામાં આવી છે. પોલીસ માને છે કે, આ ઘટનામાં ૬ થી ૮ લોકો સંડોવાયેલા હોઈ શકે છે. પરંતુ સૌથી મોટો પડકાર એ છે કે, પકડાયા વિના આટલું સોનું કયાં અને કેવી રીતે લઈ જવામાં આવ્યું તે જાણવું.
કર્ણાટકમાં બેંકમાં આટલી મોટી લૂંટ પહેલી વાર થઈ નથી. ગયા વર્ષે ઓક્ટોબરમાં, દાવણગેરે જિલ્લાના નિયામાથી શહેરમાં SBI શાખામાંથી ૧૩ કરોડ રૂપિયાના દાગીના ચોરાઈ ગયા હતા. તે કિસ્સામાં, પોલીસે પાછળથી ૬ લોકોની ધરપકડ કરી હતી. આ વર્ષે જાન્યુઆરીમાં મેંગલુરુના કોટકર વિસ્તારમાં એક સહકારી બેંકમાંથી ૧૨ કરોડ રૂપિયાના ઘરેણાંની ચોરી થઈ હતી. તે કેસમાં પણ ૬ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.(૩૮.૬)
નકલી ચાવીઓ અને બંધ કેમેરા
ચોરોએ બેંકમાં પ્રવેશવા માટે નકલી ચાવીઓનો ઉપયોગ કર્યો હતો. પછી તેઓએ બેંકનું સુરક્ષા એલાર્મ બંધ કરી દીધું અને સીસીટીવી કેમેરા પણ બંધ કરી દીધા હતા. એટલું જ નહીં, તેઓ કેમેરા રેર્કોડિંગ ડિવાઇસ (NVR) પણ પોતાની સાથે લઈ ગયા, જેથી પોલીસને કોઈ વીડિયો ફૂટેજ ન મળે. આ બધું જોઈને સ્પષ્ટ થાય છે કે, ચોરો સંપૂર્ણપણે પ્રોફેશનલ હતા અને દરેક પગલું સમજી વિચારીને લેવામાં આવ્યું હતું.
ચોરો એક કાળી ઢીંગલી છોડી ગયા
સૌથી વિચિત્ર વાત એ હતી કે, લૂંટ પછી, ચોરો બેંકમાં એક કાળી ઢીંગલી છોડી ગયા હતા. આનાથી પોલીસને શંકા ગઈ કે, ચોરોએ આ જાણી જોઈને કર્યું હશે જેથી એવું લાગે કે, કોઈ તાંત્રિક વિધિ કરવામાં આવી છે. આ લોકોને ડરાવવાનો અથવા તપાસને ખોટી દિશામાં લઈ જવાનો -યાસ હોઈ શકે છે. હજુ સુધી કોઈ ધરપકડ નહીંપોલીસ અધિક્ષક લક્ષ્મણ નિમ્બારાગીએ જણાવ્યું હતું કે, અત્યાર સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી, પરંતુ તપાસ ઝડપી ગતિએ ચાલી રહી છે. ચોરોને પકડવા માટે ૮ પોલીસ ટીમો બનાવવામાં આવી છે. પોલીસ માને છે કે, આ ઘટનામાં ૬ થી ૮ લોકો સંડોવાયેલા હોઈ શકે છે. પરંતુ સૌથી મોટો પડકાર એ છે કે, પકડાયા વિના આટલું સોનું કયાં અને કેવી રીતે લઈ જવામાં આવ્યું તે જાણવું.
(11:00 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
