News of Wednesday, 4th June 2025
આરસીબી ચેમ્પિયન બનતાં ભાગેડુ વિજય માલ્યાએ પોસ્ટ કરી
આ વખતે કપ બેંગ્લુરૂ આવી ગયું...

નવી દિલ્હીઃ આરસીબી ચેમ્પિયન બનતાં સોશિયલ મીડિયા પર ટીમના પહેલા માલિક જે હાલમાં ભાગેડું જાહેર છે તે વિજય માલ્યાની પોસ્ટ વાઈરલ થઇ રહી છે. વિજય માલ્યાએ આરસીબીની શરૂઆતના દિવસોમાં ટીમના માલિક તરીકે કામ કર્યું હતું. તેણે વિરાટ કોહલી, ક્રિસ ગેઈલ અને એબી ડિવિલિયર્સ જેવા દિગ્ગજોને ટીમમાં સાંકળ્યા હતા
આરસીબીની જીત સાથે વિજય માલ્યાએ પોસ્ટમાં લખ્યું કે જ્યારે મે આરસીબીની ટીમ બનાવી હતી ત્યારથી મારું સપનું હતું કે આઈપીએલની ટ્રોફી બેંગ્લુરુ આવે. મને તે સમયે વિરાટ કોહલી જેવા દિગ્ગજ ખેલાડીને ટીમમાં સામેલ કરવાની તક મળી હતી અને આ ખાસ વાત છે કે કોહલી ૧૮ વર્ષથી આરસીબી સાથે જ જોડાયેલો રહ્યો છે. મને એ સન્માન મળ્યું કે મેં ક્રિસ ગેઇલ અને એ.બી.ડિવિલિયર્સ જેવા ખેલાડીઓને ટીમમાં સામેલ કર્યા. આ બંને ખેલાડીઓ આરસીબીનો મહત્ત્વપૂર્ણ ભાગ છે. આખરે આરસીબીએ ટ્રોફી જીતતના હું બધાને આભાર વ્યક્ત કરું છું. જેમણે આ સપનું સાકાર કર્યું. Ee Sala Cup Bengaluru Baruthe (આ વખતે કપ બેંગ્લુરુ આવી ગયું!)..
(10:57 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
