News of Wednesday, 4th June 2025
RCB ઉપર નાણાનો વરસાદઃ PBKS પણ માલામાલ
સુપર સ્ટ્રાઈકર બનેલા વૈભવ સૂર્યવંશીને મળી ટાટાની કિંમતી કાર : પણ ચલાવી નહી શકેઃ ૧૪ વર્ષની છે ઉંમર : વિજેતા RCBને રૂ.૨૦ કરોડઃ પંજાબ ટીમને રૂ.૧૩ કરોડઃ મુંબઈ ઈન્ડીયન્સને રૂ.૭ કરોડ તો ગુજરાત ટાઈટન્સને રૂ.૬.૫ કરોડઃ ઓરેન્જ કેપ સાંઈ સુદર્શનનેઃ સૂર્યકુમાર યાદવ મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર

નવી દિલ્હી, તા.૪: દર વખતની જેમ આ વખતે પણ વિજેતા ટીમ પર પૈસાનો વરસાદ થયો. RCB એ પહેલી વાર ટાઇટલ જીત્યું છે. ખેલાડીઓ અને ટીમને ભરચક સ્ટેડિયમમાં ઇનામ આપવામાં આવ્યા હતા. આ ટુર્નામેન્ટનો ટાઇટલ મેચ પંજાબ કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાયો હતો. આ મેચમાં પંજાબ કિંગ્સે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. વિરાટ કોહલીની ૪૩ રનની ઇનિંગના આધારે RCBએ ૨૦ ઓવરમાં નવ વિકેટ ગુમાવીને ૧૯૦ રન બનાવ્યા હતા. જવાબમાં, પંજાબ નિર્ધારિત ઓવરમાં સાત વિકેટ ગુમાવીને માત્ર ૧૮૪ રન જ બનાવી શકયું હતું. આ સાથે RCBએ મેચ જીતી લીધી અને પોતાનું પહેલું ટાઇટલ જીત્યું. મેચ પછી, પ્રેઝન્ટેશન સેરેમનીમાં ખેલાડીઓ અને ટીમો પર પૈસાનો વરસાદ થયો.રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર એ આખરે ૧૮ વર્ષની લાંબી રાહનો અંત લાવ્યો છે અને IPL ૨૦૨૫નો ખિતાબ જીત્યો છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાયેલી ફાઇનલ મેચમાં, RCB એ પંજાબ કિંગ્સને ૬ રનથી હરાવીને પ્રથમ વખત IPL ટ્રોફી જીતી હતી.
આ ઐતિહાસિક જીત સાથે, RCB ને ચેમ્પિયન તરીકે ૨૦ કરોડ રૂપિયાની ઇનામી રકમ મળી છે. તે જ સમયે, રનર-અપ પંજાબ કિંગ્સને ૧૩ કરોડ રૂપિયા મળ્યા. પ્લેઓફમાં પહોંચેલી ટીમોને પણ ઇનામો મળ્યા, મુંબઈ ઇન્ડિયન્સને ૭ કરોડ રૂપિયા અને ગુજરાત ટાઇટન્સને ૬.૫ કરોડ રૂપિયા આપવામાં આવ્યા.
દર વખતની જેમ આ વખતે પણ વિજેતા ટીમ પર પૈસાનો વરસાદ થયો. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને ઈનામી રકમ તરીકે ૨૦ કરોડ રૂપિયા આપ્યા. જ્યારે રનર-અપ પંજાબ કિંગ્સને ૧૨.૫ કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી. પંજાબના કોચ અને સપોર્ટ સ્ટાફને પણ રનર-અપ શિલ્ડ અને IPL લિમિટેડ એડિશન ઘડિયાળ મળી.
ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ૨૦ કરોડ રૂપિયા, રનર-અપ પંજાબ કિંગ્સ ૧૨.૫ કરોડ રૂપિયા.
આ લીગ હંમેશા IPL માં ખર્ચવામાં આવતા પૈસા માટે સમાચારમાં રહે છે. ટીમોને આપવામાં આવતી ઈનામી રકમ ઉપરાંત, ઘણા અન્ય પુરસ્કારો પણ આપવામાં આવે છે. આમાં ઓરેન્જ કેપ, પર્પલ કેપ, ફેર પ્લે એવોર્ડ જેવા એવોર્ડનો સમાવેશ થાય છે. અમે તમને આ બધા એવોર્ડ્સ અને તેમાં આપવામાં આવતી ઈનામી રકમ વિશે જણાવી રહ્યા છીએ.
આઈપીએલ ઓરેન્જ કેપ, આ એવોર્ડ સમગ્ર આઈપીએલ સીઝનમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેનને આપવામાં આવે છે.
ફેર પ્લે એવોર્ડ, આ એવોર્ડ તે ટીમને આપવામાં આવે છે જેણે સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન સૌથી વધુ શિસ્ત સાથે રમી હોય.
મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર, આ એવોર્ડ તે ખેલાડીને આપવામાં આવે છે જે સમગ્ર આઈપીએલ સીઝન દરમિયાન બેટિંગ અને બોલિંગ બંનેમાં શ્રેષ્ઠ રહ્યો હોય.
આઈપીએલ પર્પલ કેપ, આ એવોર્ડનો વિજેતા તે બોલર છે જેણે સમગ્ર આઈપીએલ સીઝનમાં સૌથી વધુ વિકેટ લીધી હોય.
ઈર્મજિંગ પ્લેયર ઓફ ધ સીઝન, આ એવોર્ડ સિઝનમાં ઉભરતા સ્ટારને આપવામાં આવે છે. વિજેતાને રૂ. ૧૦ લાખનો ચેક આપવામાં આવ્યો હતો. (રર.૯)
વિજેતા (RCB): રૂ.૨૦ કરોડ
રનર-અપ (PBKS): રૂ.૧૩ કરોડ
મુંબઈ ઇન્ડિયન્સ (પ્લેઓફ): રૂ.૭ કરોડ
ગુજરાત ટાઇટન્સ (પ્લેઓફ): રૂ.૬.૫ કરોડ
ચાલો જાણીએ કે કયા ખેલાડીને કયો એવોર્ડ મળ્યો
પુરસ્કાર પુરસ્કાર વિજેતા
સુપર સ્ટ્રાઈકર ઓફ ધ મેચ રૂ. ૧ લાખ જિતેશ શર્મા
ફેન્ટસી કિંગ ઓફ ધ મેચ રૂ. ૧ લાખ શશાંક સિંહ
સુપર સિક્સ ઓફ ધ મેચ રૂ. ૧ લાખ શશાંક સિંહ
ઓન ધ ગો ૪ત ઓફ ધ મેચ રૂ. ૧ લાખ પ્રિયાંશ આર્ય
ગ્રીન ડોટ બોલ્સ ઓફ ધ મેચ રૂ. ૧ લાખ કળણાલ પંડ્યા
પ્લેયર ઓફ ધ મેચ રૂ. ૫ લાખ કળણાલ પંડ્યા
ઉભરતો ખેલાડી ઓફ ધ સિઝન રૂ. ૧૦ લાખ સાઈ સુદર્શન
સુપર સ્ટ્રાઈકર ઓફ ધ સિઝન ટાટા કર્વ વૈભવ સૂર્યવંશી
ફેન્ટસી કિંગ ઓફ ધ સિઝન રૂ. ૧૦ લાખ સાઈ સુદર્શન
સુપર સિક્સ ઓફ ધ સિઝન રૂ. ૧૦ લાખ નિકોલસ પૂરન
ઓન ધ ગો ૪ત ઓફ ધ સિઝન રૂ. ૧૦ લાખ સાઈ સુદર્શન
ગ્રીન ડોટ બોલ્સ ઓફ ધ સિઝન રૂ. ૧૦ લાખ મોહમ્મદ સિરાજ
કેચ ઓફ ધ સિઝન રૂ. ૧૦ લાખ કમિન્દુ મેન્ડિસ
ફેર પ્લે એવોર્ડ ટ્રોફી ચેન્નઈ સુપર કિંગ્સ
પર્પલ કેપ રૂ. ૧૦ લાખ પ્રસિદ્ધ કળષ્ણ
ઓરેન્જ કેપ રૂ. ૧૦ લાખ સાઈ સુદર્શન
મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર ઓફ ધ સીઝન ૧૫ લાખ રૂ. સૂર્યકુમાર
પિચ એન્ડ ગ્રાઉન્ડ એવોર્ડ રૂ. ૫૦ લાખ દિલ્હી અને જિલ્લા ક્રિકેટ
એસોસિએશન
(10:59 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
