<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th June 2025

RCB ને ૨૦ કરોડનું ઇનામઃમાલિકને ૧ દિમાં ૨૧૬૪ કરોડનો નફો

દેશની સૌથી મોટી દારૂ બનાવતી કંપની યુનાઇટેડ સ્‍પિરિટ્‍સ લિમિટેડ (USL) એ આ વખતે IPL ટુર્નામેન્‍ટ દરમિયાન મોટો નફો કર્યો છે

બેગ્‍લોરઃ તા.૪, રોયલ ચેલેન્‍જર્સ બેંગ્‍લોર (RCB) એ IPL ૨૦૨૫ ની ટાઇટલ મેચ જીતી છે. ૧૮ વર્ષમાં આ પહેલી વાર છે જયારે RCB એ IPL  નો ખિતાબ જીત્‍યો છે. IPL વિજેતા ટીમ રોયલ ચેલેન્‍જર્સ બેંગ્‍લોરને ૨૦ કરોડ (૨.૪ મિલિયન યુએસ ડોલર) નું ઇનામ મળ્‍યું છે. પરંતુ શું તમે જાણો છો કે ટાઇટલ જીતતા પહેલા પણ RCB કંપની અને તેના માલિકે ૨૨૦૦ કરોડ રૂપિયાનો મોટો નફો કર્યો હતો. તમારે જાણવું જોઈએ કે IPL ટીમોના માલિકો એક જ મેચમાંથી કેટલા કરોડ કમાય છે.

RCB નો માલિક કોણ છે?

IPL ચેમ્‍પિયન ટીમ RCB દેશની સૌથી મોટી દારૂ કંપની યુનાઇટેડ સ્‍પિરિટ્‍સ લિમિટેડની માલિકીની છે. કંપનીના CEO અને MD હાલમાં પ્રવીણ સોમેશ્વર છે. લગભગ ૨૦૦ વર્ષ જૂની યુનાઇટેડ સ્‍પિરિટ્‍સ બ્રિટિશ કાળ દરમિયાન મદ્રાસ પ્રેસિડેન્‍સીમાં શરૂ થઈ હતી. આ કંપની દેશના સૌથી સસ્‍તા દારૂમાંના એક મેકડોવેલનું ઉત્‍પાદન કરે છે. USL કંપનીનો કમાન વિદેશી હાથમાં છે. અગાઉ આ કંપની વિજય માલ્‍યાની માલિકીની હતી. તેમણે ય્‍ઘ્‍ગ્‍ ખરીદી હતી. બાદમાં આ કંપની ડિયાજિયોના હાથમાં આવી.

IPLમાં રોકાણ કરીને માલિકો પૈસા કમાય છે

IPL નીફાઇનલ મેચ જીતતા પહેલા RCB ૨૨૦૦ કરોડનો નફો કરી ચૂક્‍યું છે. પ્રશ્ન એ પણ છે કે આ ટીમો મેચમાંથી કેવી રીતે કમાણી કરે છે? અહીં આપણે જાણીશું કે રોયલ ચેલેન્‍જર્સ બેંગ્‍લોર (RCB) ના માલિક IPL ની એક મેચમાંથી કેટલી કમાણી કરે છે. IPL ક્રિકેટની સૌથી મોટી ટુર્નામેન્‍ટમાંની એક છે. આ લીગમાં, ફ્રેન્‍ચાઇઝી માલિકથી લઈને BCCI સુધી દરેક વ્‍યક્‍તિ દ્યણા પૈસા ખર્ચ કરે છે. આ એક સંપૂર્ણ બિઝનેસ મોડેલ છે, જેમાં ટીમ માલિકો પૈસા રોકાણ કરીને પૈસા કમાય છે.

એક મેચમાંથી કેટલી કમાણી થાય છે.

ખેલાડીઓ ખરીદવાથી લઈને ટીમ બનાવવા સુધી, કોચ અને બાકીના સ્‍ટાફ પર કરોડો રૂપિયા ખર્ચવામાં આવે છે. તમને જણાવી દઈએ કે IPL ટીમોના માલિકો મેચ ટિકિટ, સ્‍પોન્‍સરશિપ અને મીડિયા રાઈટ્‍સ વેચીને પૈસા કમાય છે. જો મીડિયા રિપોર્ટ્‍સ પર વિશ્વાસ કરવામાં આવે તો, IPL મેચમાં વેચાતી લગભગ ૮૦ ટકા ટિકિટ માલિકોને જાય છે. ઉદાહરણ તરીકે, નરેન્‍દ્ર મોદી સ્‍ટેડિયમમાં ૧.૩૨ લાખ લોકોની બેઠક ક્ષમતા છે. ધારો કે આ ખરીદેલી ટિકિટોમાંથી લગભગ એક લાખ લોકો વેચાયા હતા. જો ટિકિટની સરેરાશ કિંમત ૩૦૦૦ રૂપિયા હોય, તો લગભગ ૩૦ કરોડ રૂપિયાની ટિકિટ વેચાઈ ગઈ. ૩૦ કરોડમાંથી ૮૦ ટકા એટલે કે ૨૪ કરોડ રૂપિયા ટીમના માલિકોને જાય છે. હવે તમે વિચારી રહ્યા હશો કે RCB એ એક દિવસમાં ૨૨૦૦ કરોડ રૂપિયા કેવી રીતે કમાયા, ચાલો જાણીએ સંપૂર્ણ હિસાબ.

૨,૧૬૪ કરોડ રૂપિયાનો નફો

IPL ૨૦૨૫ ની ટાઇટલ મેચ પહેલા, યુનાઇટેડ સ્‍પિરિટ્‍સ લિમિટેડ (USB) ના શેરમાં શેરબજારમાં ઉછાળો જોવા મળ્‍યો. મંગળવારે ટ્રેડિંગ સત્રના અંતે, કંપનીના શેર રૂ. ૧૫૭૯.૦૫ પર બંધ થયા, જે લગભગ ૨ ટકાનો વધારો હતો. એક જ ટ્રેડિંગ સત્રમાં શેર રૂ. ૨૯.૭૫ વધ્‍યો. આ સમયગાળા દરમિયાન શેર રૂ. ૧૬૦૯.૬૦ ની ઇન્‍ટ્રાડે હાઈ સપાટીએ પણ પહોંચ્‍યો. શેરમાં વધારાને કારણે કંપનીનું માર્કેટ કેપ વધ્‍યું. સોમવારે યુનાઇટેડ સ્‍પિરિટ્‍સની માર્કેટ કેપ રૂ. ૧,૧૨,૬૮૮.૪૭ હતી, જે મંગળવારે વધીને રૂ. ૧,૧૪,૮૫૨.૩૪ થઈ ગઈ. આ રીતે, ૨૪ કલાક દરમિયાન તેમાં લગભગ રૂ. ૨,૧૬૪ કરોડનો ફેરફાર થયો. યુએસબી શેર વધવાની ધારણા છે.

(11:31 AM IST)