News of Wednesday, 4th June 2025
અદાણી જૂથ એરપોર્ટ ગ્રાઉન્ડ હેન્ડલિંગ સેવા ક્ષેત્રે ઝંપલાવવા સજ્જ
ભારતના ઝડપથી વિકસતા ઉડ્ડયન બજારમાં સ્થાન મેળવવા અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ લિમિટેડ મુંબઈ અને અમદાવાદ એરપોર્ટ પર બિડિંગ માટે ‘મૂલ્યાંકન' કરી રહ્યું છે

નવી દિલ્હીઃ ભારતના ટોચના ઉદ્યોગપતિ ગૌતમ અદાણીનું અદાણી જૂથ હવે એરપોર્ટ ગ્રાઉન્ડ હેન્ડલિંગ સેવાઓના ક્ષેત્રમાં પ્રવેશ કરવાનું વિચારી રહ્યું છે. તાજેતરમાં તુર્કીની ઓપરેટર સેલેબી હાવા સર્વિસિઝ એએસને ભારતમાંથી બહાર કાઢવામાં આવ્યા બાદ આ નવા વ્યવસાયિક અવસર ઊભા થયા છે. અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ લિમિટેડ, જે અદાણી એન્ટરપ્રાઈઝ લિમિટેડની એક પેટા કંપની છે, તે મુંબઈ અને અમદાવાદ એરપોર્ટ પર ગ્રાઉન્ડ હેન્ડલિંગ સેવાઓ માટે બિડિંગનું મૂલ્યાંકન કરી રહી છે, તેમ કંપનીના ચીફ એક્ઝિકયુટિવ ઓફિસર અરુણ બંસલે નવી દિલ્હીમાં એક ઉડ્ડયન ઉદ્યોગ કાર્યક્રમ દરમિયાન જણાવ્યું હતું. અદાણી જૂથ હાલમાં આ આઠ ભારતીય એરપોર્ટનું સંચાલન કરે છે, જેમાં મુંબઈ, અમદાવાદ અને નવિ મુંબઈનો નવો સુવિધાનો સમાવેશ થાય છે.
(11:45 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
