News of Wednesday, 4th June 2025
ઓપરેશન સિંદૂર: ભારતીય વાયુસેનાની શૌર્યગાથા: પાકિસ્તાનના છ આધુનિક ફાઈટર વિમાનો સહિત ડ્રોન-મિસાઈલો ખતમ કરી:ભારતનું શક્તિપ્રદર્શન

નવી દિલ્હી: ભારતીય વાયુસેનાએ ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાનના છ લડાકુ વિમાનોને ધ્વસ્ત કરી એક ઐતિહાસિક સફળતા હાંસલ કરી છે. દૈનિક ભાસ્કરના અહેવાલ અનુસાર, ભારતે આ ઓપરેશનમાં ત્રણ અન્ય વિમાનો, દસ ડ્રોન અને કેટલીક ક્રૂઝ મિસાઈલો પણ નાશ કરી. આ કાર્યવાહીએ પાકિસ્તાનની હવાઈ શક્તિને મોટો ફટકો આપ્યો છે.
આ ઓપરેશન દરમિયાન ભારતીય વાયુસેનાએ અદ્યતન એર ડિફેન્સ સિસ્ટમનો ઉપયોગ કરીને પાકિસ્તાનના એફ-૧૬ અને જેએફ-૧૭ જેવા અગ્રણી લડાકુ વિમાનોને નિશાન બનાવ્યા. સૂત્રોના જણાવ્યા મુજબ, આ ઓપરેશનમાં આકાશ મિસાઈલ સિસ્ટમની ભૂમિકા મહત્ત્વની રહી. આ ઉપરાંત, ભારતે પાકિસ્તાનના આતંકવાદી ઠેકાણાઓ પર ચોકસાઈભર્યા હુમલા કરી, લગભગ સો ઉપરાંત આતંકવાદીઓને ખતમ કર્યા અને અગિયાર એરબેઝને નુકસાન પહોંચાડ્યું.
ઓપરેશન સિંદૂરે ભારતની સૈન્ય શક્તિ અને વ્યૂહાત્મક કુશળતાને વિશ્વ સમક્ષ રજૂ કરી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર પણ આ ઓપરેશનની ચર્ચા જોરશોરથી ચાલી રહી છે, જ્યાં લોકો ભારતીય સેનાના શૌર્યની પ્રશંસા કરી રહ્યા છે. પાકિસ્તાની મીડિયાની અફવાઓને નકારતા ભારતે સ્પષ્ટ કર્યું કે તેનું કોઈ વિમાન ખોવાયું નથી, અને નાગરિકોને કોઈ નુકસાન થયું નથી.
આ સફળતાએ ભારતના વીર જવાનોની બહાદુરી અને દેશભક્તિને ઉજાગર કરી છે. ભારતીય સેનાને આ ગૌરવપૂર્ણ કામગીરી માટે સલામ.
(1:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
