<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th June 2025

યુનોમાં ભારતીય મુસ્‍લિમો વિરૂધ્‍ધ ખોટો બબડાટ કરવા જતા ભુટ્ટો ફસાયાઃ મુસ્‍લિમ પત્રકારે જ બોલતી બંધ કરી દીધી

ભારતમાં નફરત ફેલાવવાના પ્રયાસો ધુળમાં મળી ગયા : લેફ કર્નલ સોફિયા કુરૈશીએ સેના તરફથી પ્રેસ બ્રીફીંગ કર્યુ હતું એવું પત્રકારે જણાવતા ભુટ્ટો ભોઠા પડી ગયા

યુનો, તા.૪: પાકિસ્‍તાન પીપલ્‍સ પાર્ટીના પ્રમુખ બિલાવલ ભુટ્ટોએ ફરી એકવાર ભારતમાં નફરત ફેલાવવાનો પ્રયાસ કર્યો છે. ભુટ્ટોએ સંયુક્‍ત રાષ્‍ટ્રના મંચ પરથી કહ્યું કે પહેલગામ આતંકવાદી હુમલા પછી, ભારતમાં મુસ્‍લિમોને અલગ રીતે જોવામાં આવી રહ્યા છે. તેમને આતંકવાદી માનવામાં આવી રહ્યા છે. મહત્‍વની વાત એ છે કે ભુટ્ટોના આ જુઠ્ઠાણાને એક વિદેશી મુસ્‍લિમ પત્રકારે ઉજાગર કર્યો હતો. તેમણે ભુટ્ટોને ચૂપ કરી દીધા હતા.

પાકિસ્‍તાની નેતા બિલાવલ ભુટ્ટોએ યુએન પ્રેસ બ્રીફિંગમાં કહ્યું હતું કે, પહલગામ આતંકવાદી હુમલા પછી, ભારતમાં મુસ્‍લિમોને આતંકવાદી તરીકે રજૂ કરવામાં આવી રહ્યા છે. ભારત ઇઝરાયલમાંથી પ્રેરણા લઈ રહ્યું છે અને વડા પ્રધાન નરેન્‍દ્ર મોદી ઇઝરાયલી વડા પ્રધાન બેન્‍જામિન નેતન્‍યાહૂની નકલ બનવાનો પ્રયાસ કરી રહ્યા છે. ભારત શાંતિના માર્ગ પર ચાલી રહ્યું નથી.

બિલાવલ ભુટ્ટોના આ જુઠ્ઠાણાને એક વિદેશી મુસ્‍લિમ પત્રકાર દ્વારા તોડી પાડવામાં આવ્‍યો હતો. મુસ્‍લિમ પત્રકારે કહ્યું હતું કે, ભારતના ઓપરેશન સિંદૂરનું બ્રીફિંગ એક મુસ્‍લિમ અધિકારી દ્વારા કરવામાં આવ્‍યું હતું. બિલાવલ ભુટ્ટો આ પર કંઈ બોલી શકયા નહીં અને માથું હલાવવા લાગ્‍યા.

ભારતે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો બદલો ઓપરેશન સિંદૂરથી લીધો હતો. પહેલગામમાં ૨૬ લોકો માર્યા ગયા. ભારતે બદલામાં ૧૦૦ થી વધુ આતંકવાદીઓને ઠાર માર્યા. ઓપરેશન સિંદૂર દરમિયાન, સેના વતી પ્રેસ બ્રીફિંગ લેફ્‌ટનન્‍ટ કર્નલ સોફિયા કુરેશી અને વિંગ કમાન્‍ડર વ્‍યોમિકા સિંહ દ્વારા કરવામાં આવી હતી. તેમની સાથે બ્રીફિંગમાં વિદેશ સચિવ વિક્રમ મિશ્રી પણ હાજર હતા.

પાકિસ્‍તાને ભારત વિરુદ્ધ ઘણી વખત આતંકવાદી કાવતરાં રચ્‍યા છે, પરંતુ આ વખતે ભારતે તેને કડક પાઠ ભણાવ્‍યો છે. ઓપરેશન સિંદૂર દરમિયાન, પાકિસ્‍તાની સેનાએ ભારતીય શહેરોને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો. ભારતીય સેનાએ વળતો જવાબ આપ્‍યો અને પાકિસ્‍તાનને ભારે નુકસાન પહોંચાડ્‍યું. પાકિસ્‍તાને પોતે સ્‍વીકાર્યું કે તેના ઘણા એરબેઝનો નાશ કરવામાં આવ્‍યો હતો. (રર.૨૬)

(3:07 PM IST)