News of Wednesday, 4th June 2025
સનાતન ધર્મના પ્રચાર બદલ જોનાસ માસેટ્ટી ‘પદ્મશ્રી'થી સન્માનિત
મુળ બ્રાઝીલના વતની પૂ. દયાનંદ સરસ્વતીજીના શિષ્ય છે : મુળ બ્રાઝીલના વતની પૂ. દયાનંદ સરસ્વતીજીના શિષ્ય છે સનાતન ધર્મના પ્રચાર બદલ જાનાસ માસેટ્ટી ‘પદ્મશ્રી’થી સન્માનિત ‘વિશ્વ વિદ્યા’ સંસ્થા દ્વારા સંસ્થા લેટિન અમેરિકામાં ૧.પ લાખથી વધુ વિદ્યાર્થીઅોનું જીવન પરિવર્તન

નવી દિલ્હી, તા. ૪: બ્રાઝિલની ધરતી પરથી ઉદય પામી, સનાતન ધર્મનો વૈશ્વિક સંદેશ ફેલાવનાર વેદાંત આચાર્ય જોનાસ માસેટ્ટી, જેમને પ્રેમથી ઁઆચાર્ય વિશ્વનાથઁ તરીકે ઓળખવામાં આવે છે, તેમને તાજેતરમાં ભારત સરકાર દ્વારા ગૌરવપૂર્ણ ઁપદ્મશ્રીઁ એવોર્ડ થી નવાજવામાં આવ્યા છે.
જોનાસ માસેટ્ટીનો જન્મ બ્રાઝિલમાં થયો હતો અને તેમનું પ્રારંભિક જીવન વિજ્ઞાન અને નાણાકીય બાબતો તરફ ઢળેલું હતું. મિકેનિકલ એન્જિનિયરિંગની ડિગ્રી મેળવ્યા બાદ તેમણે શેરબજારમાં પણ કામ કર્યું. પરંતુ, ભૌતિકવાદની આંધળી દોડમાંથી તેઓ ઝડપથી કંટાળી ગયા. તેમના આત્મામાં પોતાને જાણવાની, સત્યને પામવાની તીવ્ર ઈચ્છા જાગી, જેના કારણે તેઓ આત્મ-શોધના માર્ગે આગળ વધ્યા. આ આંતરિક યાત્રા તેમને છેક ભારતની પવિત્ર ભૂમિ પર લઈ આવી.
ભારતમાં, તેમણે વેદાંત અને યોગનું ગહન શિક્ષણ મેળવ્યું. ખાસ કરીને, તેમણે પ્રખ્યાત વેદાંતાચાર્ય સ્વામી દયાનંદ સરસ્વતીના આશ્રમમાં રહીને વેદાંતના ગહન સિદ્ધાંતોનો અભ્યાસ કર્યો. સ્વામી દયાનંદના માર્ગદર્શન હેઠળ, તેમણે ભારતીય ફિલસૂફીના ઊંડાણને આત્મસાત કર્યું અને વેદાંતનો સાચો સાર સમજ્યો અને વિશ્વ વિદ્યા સંસ્થા સ્થાપી લેટીન અમેરિકામાં સનાતન ધર્મના પ્રચાર કરી રહ્યા છે
(3:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
