News of Wednesday, 4th June 2025
કેનેડાના ટોરોન્ટોમાં ભીષણ ગોળીબારમાં એકનું મોતઃ પાંચ ગંભીર

નવી દિલ્હી, તા.૪: કેનેડાના ટોરોન્ટોમાં લોરેન્સ હાઇટ્સ વિસ્તારમાં ગોળીબારની ભયાનક ઘટના બની છે. મંગળવારે રાત્રે લગભગ ૮:૩૦ વાગ્યે થયેલા આ ગોળીબારમાં એક વ્યક્તિનું મોત થયું છે અને ઓછામાં ઓછા ૫ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. એક રિપોર્ટ અનુસાર ટોરોન્ટો પોલીસે આ ઘટનાની પુષ્ટિ કરી છે. આ હુમલો ફ્લેમિંગ્ટન રોડ અને ઝાચેરી કોર્ટ નજીક થયો હોવાનું જાણવા મળ્યું છે.
ટોરોન્ટો પોલીસની કટોકટી ટીમો તરત જ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને હાલ સમગ્ર મામલાની તપાસ ચાલુ છે. પોલીસનું કહેવું છે કે આ ઘટનામાં એક વ્યક્તિનું મોત થયા છે અને અન્ય ૫ લોકો, જેમની ઉમર ૧૮ થી ૪૦ વર્ષ વચ્ચે છે, ગંભીર ઈજાઓ સાથે હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા છે.
ટોરોન્ટોના મેયર માઇક કોલે પણ આ ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું છે અને પોલીસે ગંભીરતાપૂર્વક તપાસ ચાલુ રાખવાની જાહેરાત કરી છે. લોકોએ પોલીસ સાથે સહયોગ આપવા અને આ વિસ્તારમાં સાવચેત રહેવાની અપીલ કરવામાં આવી છે. આ ઘટના ટોરોન્ટો માટે ગંભીર ચિંતાનું વિષય બની છે, અને સ્થાનિક તંત્ર ગુનાખોરી અને સુરક્ષા માટે તાકીદે પગલાં લઈ રહ્યા છે. ઘાયલ લોકો માટે તાત્કાલિક સારવાર અને સમગ્ર મામલાની તપાસ ચાલી રહી છે.
(4:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
