News of Thursday, 5th June 2025
હનીમૂન પર એવું તો શું થયું હશે? પતિનું મોતઃ સોનું અને રૂપિયા ગાયબ
પત્નીનો કોઈ અતોપતો નહીં... ફિલ્મી સ્ટોરીને પણ ટક્કર આપે તેવી મર્ડર મિસ્ટ્રી! : ઈન્દોરના રાજા રઘુવંશી અને સોનમ રઘુવંશી હનીમૂન પર શિલોંગ ગયા હતા, જ્યાં રાજાની હત્યા કરવામાં આવી હતી અને સોનમ ગુમ છે. રાજાનો મળતદેહ મળ્યો, પરિવારે CBI તપાસની માંગ કરી છે

ઇન્દોર તા.૫: લગ્ન પછી મોટાભાગના નવા કપલ હનીમૂન પર જાય છે. ઇન્દોરના રાજા રઘુવંશી અને સોનમ રઘુવંશીએ પણ એવું જ કર્યું. તેઓ પણ ફરવા માટે ગયા હતા, પરંતુ તેમને ખબર નહોતી કે આ તેમની છેલ્લી ટ્રીપ હશે. તેમની સાથે એવી તો કેવી ઘટના બની કે જાણીને આખો દેશ ચોંકી ગયો.
૨૨ મે, ૨૦૨૫ના રોજ, ઇન્દોરના ટ્રાન્સપોર્ટ બિઝનેસમેન રાજા રઘુવંશી અને સોનમ રઘુવંશી તેમના હનીમૂન માટે મેઘાલયના શિલોંગ ખાતે ફરવા ગયા હતા. શરૂઆતના થોડા દિવસો બંને તેમના પરિવારના સંપર્કમાં હતા. પછી ૨૪ મેના રોજ, સોનમે છેલ્લી વાર તેની સાસુ સાથે વાત કરી, તેમણે કહ્યું, ‘‘મમ્મી, તેઓ અમને ફરવા માટે જંગલમાં લાવ્યા છે. ચઢાણ ખૂબ જ ઢાળવાળું અને મુશ્કેલ છે. હું તમને પછી ફોન કરીશ.ઁ આ પછી, બંનેના ફોન બંધ થઈ ગયા. તેમનો પરિવાર ખૂબ જ ચિંતિત થઈ ગયો. પછી પરિવારના કેટલાક સભ્યો શિલોંગ પહોંચ્યા. જોકે રાજા અને સોનમનો કોઈ પત્તો ન લાગ્યો. તેથી પરિવારે પોલીસ ફરિયાદ કરી, ત્યારબાદ સ્થાનિક પોલીસે તેમની શોધ શરૂ કરી.''
પોલીસ શોધખોળ દરમિયાન, બંનેનું એક્ટિવા લાવારિસ હાલતમાં મળી આવ્યું હતું. એક્ટિવા રસ્તાની બાજુમાં પાર્ક કરેલી હતી. આસપાસ ટેકરીઓ હતી. સ્થાનિક પોલીસે તેમને શોધવાનું ચાલુ રાખ્યું. પોલીસ તપાસ દરમિયાન મામલો પ્રકાશમાં આવ્યો અને લોકોમાં અને દેશભરમાં આ મામલે ચર્ચા થવા લાગી કે શું થયું હશે. આ દંપતીને જમીન ખાઈ ગઈ કે આકાશ ખાઈ ગયું?
વરસાદમાં પણ દિવસ-રાત તેમની શોધ ચાલુ રહી. પરિવાર પણ ચિંતિત હતો. ૧૦ દિવસ પછી, એક ચોંકાવનારા સમાચાર આવ્યા. પહાડોની ખીણમાંથી એક યુવાનનો મળતદેહ મળી આવ્યો. રાજાના ભાઈને ઓળખ માટે બોલાવવામાં આવ્યો. તેના હાથ પર એક ટેટૂ હતું જેના પર રાજા શબ્દ લખેલો હતો, આ જ પુરાવો બન્યો, કે તે રાજા હતો. મળતદેહની ઓળખ થતાં પરિવાર તૂટી ગયો. રાજાનો મળતદેહ મળી આવ્યો પણ હજુ સુધી સોનમનો કોઈ અતોપતો લાગ્યો નથી. પોલીસે તેની સતત શોધખોળ ચલાવી રહી છે.
લૂંટની શંકા
પરિવારનું કહેવું છે કે લૂંટ પછી હત્યા કરવામાં આવી હશે, કારણ કે બંનેએ સોનાના ઘરેણાં પહેર્યા હતા. રાજાના શરીરમાંથી સોનાની ચેન, વીંટી અને બ્રેસલેટ ગાયબ હતા. પાકીટ પણ મળ્યું ન હતું.
પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં થયો ખુલાસો
રાજાનું મળત્યુ સામાન્ય નહોતું. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં જણાવાયું છે કે તેમના પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કરવામાં આવ્યો હતો. પોલીસે કહ્યું છે કે હત્યામાં વપરાયેલું હથિયાર ઝાડ કાપવાનું સાધન હતું, જે પણ મળી આવ્યું છે. પૂર્વ ખાસી હિલ્સના એસપી વિવેક સિંહે આ વાતની પુષ્ટિ કરી છે. તેમનું કહેવું છે કે હત્યાનો કેસ ટૂંક સમયમાં ઉકેલાઈ જશે. આ સમગ્ર કેસની તપાસ માટે એક SITની રચના કરવામાં આવી છે.
હું મર્યો નથી, મારી હત્યા કરવામાં આવી છે...
હવે આ આખા કેસમાં એક નવો વળાંક આવ્યો છે. રાજાના ઘરે એક મોટું પોસ્ટર લગાવવામાં આવ્યું છે. તેમાં પતિ-પત્નીનો ફોટો પણ છે. આ પોસ્ટર દ્વારા રાજા માટે ન્યાયની માંગ કરવામાં આવી છે. પોસ્ટરમાં લખ્યું છે કે, રાજાની આત્મા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારને પોકાર કરી રહી છે. હું મર્યો નથી, મારી હત્યા કરવામાં આવી છે, સીબીઆઈ તપાસ કરે. રાજાના પરિવારે સીબીઆઈ તપાસની માંગ કરી છે.
૧૨ દિવસ વીતી ગયા છતાં પણ સોનમ હજુ સુધી મળી નથી. પોલીસ સતત શોધ કરી રહી છે. તો બીજી બાજુ રાજાનો મળતદેહ આજે બપોરે ૩ વાગ્યે શિલોંગથી ઇન્દોર પહોંચશે અને સાંજે ૪.૩૦ વાગ્યે રિજનલ પાર્ક મુક્તિધામમાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે. આ કેસની ચર્ચા દેશભરમાં ચાલી રહી છે. લોકો આヘર્યચકિત છે કે હનીમૂન પર ગયેલા એક કપલ સાથે આવું કેવી રીતે થયું.(૩૮.૧૩)
(9:46 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
